હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતના ચાર લાખ રૂપિયા લઈને ભાગેલા શંકાસ્પદ શખ્સો CCTVમાં કેદ થયા

હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતના ચાર લાખ રૂપિયા લઈને ભાગેલા શંકાસ્પદ શખ્સો CCTVમાં કેદ થયા
ત્રણ શકમંદ સીસીટીવીમાં કેદ.

હળવદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા.

 • Share this:
  મોરબી: હળવદ માર્કેટિંગ યાર્ડ (Halvad Marketing Yard)માંથી ભીડનો ગેરલાભ ઉઠાવીને ખેડૂતના થેલામાંથી ચાર લાખ રૂપિયા તફડાવી લેવામાં આવ્યા હતા. ખેડૂત (Farmer)ની આટલી મોટી રકમ ગાયબ થતાં સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવ સીસીટીવી (CCTV)માં કેદ થયો છે. જે બાદમાં શંકાસ્પદ લોકોને પકડી પાડવા માટે પોલીસે જિલ્લાભર (Morbi District)માં નાકાબંધી કરી હતી. પોલીસ શકમંદ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન ત્રણ શંકાસ્પદ ગઠિયા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

  મળતી માહિતી પ્રમાણે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા. માર્કેટિંગ યાર્ડની ઓફિસની બાજુમાં જ ખેડૂતોને ભારે ભીડ જામી હતી. ખેડૂતો જ્યારે મગફળીની નોંધવી માટે પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ભીડ વચ્ચે હળવદ‌ તાલુકાના માથક ગામના ખેડૂતનો થેલો લઈને ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. થેલામાં ચાર લાખ રૂપિયા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  <આ પણ વાંચો:

  બનાવની જાણ આજુબાજુના વેપારીઓ અને ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને કરતા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બાદમાં માર્કેટિંગ યાર્ડના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ફૂટેજની તપાસ કરતા તેમાં ત્રણ શંકાસ્પદ શખ્સ દેખાયા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભોગ બનનાર ખેડૂતે હળવદ પોલીસ સ્ટેશમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.

  એવી માહિતી મળી છે કે પીડિત ખેડૂત લલિત શાંતિલાલ ઠક્કરનો પુત્ર છે. ખેડૂત જ્યારે પૈસા ભરેલો થેલો પોતાના ખભે ભરાવીને મગફળીના રજીસ્ટ્રેશન અંગે પૂછપરછ કરતા હતા ત્યારે પાછળથી કોઈએ થેલો સેરવી લીધો હતો. ધોળા દિવસે એક ખેડૂતના પૈસા લઈને ગઠિયા ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:October 01, 2020, 18:34 pm

  ટૉપ ન્યૂઝ