પાલક માતાએ 3 વર્ષની બાળકીને પટકી-પટકી સોફામાં દબાવી મારી નાખી

News18 Gujarati
Updated: March 2, 2019, 11:14 PM IST
પાલક માતાએ 3 વર્ષની બાળકીને પટકી-પટકી સોફામાં દબાવી મારી નાખી
પુત્રીના પિતાની ગેરહાજરીમાં પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે બાળાને જાડી ચોપડી અને જમીન પર પટકી પટકીને ઢોર માર મારતા બાળકીનું મોત

પુત્રીના પિતાની ગેરહાજરીમાં પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે બાળાને જાડી ચોપડી અને જમીન પર પટકી પટકીને ઢોર માર મારતા બાળકીનું મોત

  • Share this:
અતુલ જોશી - મોરબી

મોરબીમાં લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે પાલક માતાએ ક્રુરતાની હદ વટાવી માસૂમ બાળકીની હત્યા કર્યા બાદ બનાવને અકસ્માતમાં ખપાવવા હીન પ્રયાસ કરતા મોરબીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેમાં બાળકીની સગી માતા એ પતિ જેઠ, સસરા અને પતિની પ્રેમિકા મહિલા પાલકમાતા સહિત ચાર સામે હત્યાનો ગુનો નોંધાવ્યો જો કે પોલીસે તમામ આરોપીઓને પોલીસના હાથવેંતમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીમાં શુક્રવારે યશવી ધવલભાઈ ત્રિવેદી નામની બે વર્ષ અને સાત મહિનાની માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું, જેમાં આ શંકાસ્પદ મોતના પ્રકરણમાં પોલીસે હતભાગી બાળાની પાલક માતાની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. કહેવાતી પાલક માતા રશ્મિએ પ્રેમી અને પુત્રીના પિતાની ગેરહાજરીમાં પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે બાળાને જાડી ચોપડી અને જમીન પર પટકી પટકીને ઢોર માર મારતા તેનું મોત થયાનું પોલીસની પ્રથમીક તપાસમાં ખુલતા હત્યા થઈ હોવાની પોલીસને ગંધ આવી જતા દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે.

જેમાં મૂળ સુરતના અને હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની પોણા ત્રણ વર્ષની પુત્રી યશવીનું ગઈકાલે ઘરે રમતા રમતા સોફા પરથી પડી જવાથી મોત થયું હોવાનું બી ડિવિઝન પોલીસમાં જાહેર થયું હતું. જોકે આ માસુમ બાળાના શરીર પર ઇજાના નિશાન હોવાથી પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતા બાળાને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં તબીબોએ આ માસૂમ બાળાનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો બાદમાં બાળાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો.

આ બનાવ પોલીસને શંકાસ્પદ લાગ્યો હોવાથી પોલીસે બાળાના પિતા સાથે લિવઇનરિલેશનશિપમાં રહેતી પ્રેમિકા અને પાલક માતા રશ્મિ દિવ્યેશભાઈ નામની મહિલાની અટકાયત કરી હતી, જેમાં પોલીસે પાલક માતા મહિલા રશ્મિની પ્રાથમિક પૂછપરછ કરતા પોલીસ સામે મહિલા ભાંગી પડી હતી અને પોતે જ બાળકી યશ્વિની હત્યા કર્યાનું કબુલ્યું હતું.

મોરબી બી ડિવિઝન પીઆઈ આઈ.એમ.કોંઢીયાએ જણાવ્યું હતું કે, પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે પાલક ઉશ્કેરાય જઈને બાળાને જમીન પર પટકી હતી અને તેના પુસ્તકનો ઘા કરતા ચહેરામાં ઇજા થઇ હતી એટલું જ નહીં માસૂમ બાળાનું માથું સોફામાં દબાવી રાખતા અંતે બાળાએ દમ તોડી દીધો હતો, પોતાનું આ પાપ છુંપાવવા માટે પાલક અને નફ્ફટ ક્રૂર મહિલાએ અકસ્માતે સોફામાંથી પડી જતા મોત થયાની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હતી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં પાલક માતાનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ધવલભાઈ ત્રિવેદીના પ્રથમ પત્ની સાથે સુરત રહેતા હતા જેની સાથે મનમેંળ ન હોય પોતે બાળકીને લઈને મોરબી વર્ધમાન એપાર્ટમેન્ટ માં રહેવા માટે આવી ગયા હતા જેમાં તેની પ્રેમિકા રશ્મિ અને તેના પિતા રહેતા હતા જ્યારે ધવલભાઈએ રશ્મિબેન સાથે મૈત્રી કરાર કર્યા છે. અને એ પણ તેની પહેલી પત્નિને અંધારામાં રાખીને.

જો કે તેની કાયદેસરની પત્ની અને બાળકીની સગી માતા દ્વારા બાળકી મેળવવા માટે હેબિયસ કોપર્સ પિટિશન દાખલ કરી હતી જેની ગઈ કાલે જ સુનવણી હોય બાળકી ને કોર્ટમાં હાજર કરવા ધવલભાઈના પરિવારજનોને વોરંટ ઇસ્યુ થયું હતું ત્યારે બીજી બાજુ આટલા દિવસોથી બાળકી નક માતા અને તેના પરિવારજનો શોધી રહ્યા હતા જેમાં ધવલભાઇ પિતા દ્વારા પોતાનો દીકરો પુત્રી સાથે શ્રીલંકા ચાલ્યો ગયો છે એવું જણાવી સુરત માં ગુમ થયાની ખોટી નોંધ કરાવી સત્ય છુપાવવાના હીન પ્રયાસો કર્યા હતા.

પરંતુ સગી માતા રીનાબેન અને તેના પરિવારજનો દ્વારા તેની ભાણેજની જાણી જોઈને હત્યા કરવામાં આવી છે કારણ કે, કોર્ટ દ્વારા તેને સોંપવામાં આવનાર હતી જે તેને કોઈ કાળે પસંદ નહોતું આ બનાવમાં મોડી સાંજે બી ડિવિઝન પોલીસમથકે માતા રીનાબેન ત્રિવેદી દ્વારા દ્વારા પતિ ધવલ ત્રિવેદી, સસરા માધવલાલ ત્રિવેદી, તેના મોટાભાઈ સંજય માધવલાલ, પ્રેમિકા રશ્મિ દિવ્યેશભાઈ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઉપરોક્ત તમામ આરોપીઓને હાથવેંતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: March 2, 2019, 11:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading