Home /News /kutchh-saurastra /Morbi Crime News: પાંચ વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર જ નીકળ્યો હત્યારો, કેમ કરી હત્યા?

Morbi Crime News: પાંચ વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર જ નીકળ્યો હત્યારો, કેમ કરી હત્યા?

મોરબીમાં મિત્રએ કરી મિત્રની હત્યા

Morbi Crime News: આ યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરાઈ (murder) હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા મોરબી તાલુકા પોલીસે 12/10/2017માં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અતુલ જોશી, મોરબીઃ વર્ષ 2017માં એક યુવકની હત્યા (boy murder case) થઈ હતી. જોકે, આ હત્યા કેસમાં મોરબી પોલીસે મોટો ઘટસ્ફોટ (Morbi Police) કર્યો હતો. પાંચ વર્ષ પહેલાં હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ (dead body) કરી આરોપી મિત્રને મોરબી એસઓજી અને એલસીબી ટીમને (Morbi SOG and LCB team) પકડવામાં સફળતા મળી છે.

આ ચોંકાવનારા બનાવની મોરબી તાલુકા વિસ્તારમાં જોધપર નદી પાસે વર્ષ 11/10/2017 માં બપોરના 11:45 ના સુમારે અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની આજુબાનુના રહીશ દ્વારા મોરબી તાલુકા પોલીસમથકના બીટ જમાદાર એચ.એમ.મકવાણાને જાણ કરાઈ હતી જેમાં આ યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાનો પીએમ રિપોર્ટ માં ખુલાસો થતા મોરબી તાલુકા પીએસઆઇ એસ એ ગોહિલે 12/10/2017માં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારે આ મૃતક કોણ છે તેની તપાસ પોલીસે કરતા પોલીસને કોઈ કડી હાથ લાગી નહોતી એ જ અરસા માં મોરબી એસપી સુબોધ ઓડેદરા અને પીઆઇ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઇ પી જી પનારાની ટીમના કોન્સ્ટેબલ સતીશ ગરચરને ચાર વર્ષ બાદ જ આ હત્યા નિપજાવનાર અને મૃતકની ખાનગી માહિતી મળી હતી જેમાં એસઓજી ટીમે આ મૃતકના ધ્રાંગધ્રાનો વતની શામજી ખીમભાઈ દલવાડી ઉ.વ.35 રહે.સોની તલાવડી ધ્રાંગધ્રા વાળો હોવાનું માલુમ પડતા પ્રથમ પોલીસે ધ્રાંગધ્રા પોલીસમથકમાં ગુંમશુદા નોંધની તપાસ કરી હતી.

આ પણ વાંચોઃ-Surat: લૂંટનો Live video, તમંચાની અણીએ લૂંટારુઓએ દુકાનદાર પાસેથી રૂ.30 હજાર લૂંટી લીધા

જેમાં આ ઇસમના પરિવાર જનોએ આ શામજી દલવાડી ગમ થયાની ફરિયાદ નોંધાવી હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં પોલીસની ટીમને એક સફળતા હાથ લાગી હતી પરંતુ આમ છતાં પોલીસ માટે આ મૃતક જ શામજી દલવાડી હોય તેવું કહેવું અને પરિવાર જનોને પણ આ આઘાત આપવો યોગ્ય ન લાગ્યો આથી મોરબી પોલીસે શામજી દલવાડીના DNA અને પરિવાર જનોના DNA મેચ કરવાનું નક્કી કર્યું હતું.

જે બાદ આ એસઓજી ટીમે મૃતક પરિવાર જનોના DNA ટેસ્ટ કરાવ્યા હતા અને આ ટેસ્ટ મૃતક યુવાનના DNA સાથે મેચ આવતા આ મૃતક શામજી ખીમભાઇ દલવાડી જે ધ્રાંગધ્રા માં થી ગુમ થયો હતો એ હોવાનું પુરવાર થયું હતું અને એસઓજી ટીમે હવે આ આ યુવાનના હત્યારા સુધી પહોચવાની કવાયત કરવાની હતી.

પાંચ વર્ષ જૂની હત્યાનો આરોપી શોધવો મોરબી પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત
મોરબીમાં વર્ષ 2017ના તા.11/10/2017એટલે કે પાંચ વર્ષ જૂની હત્યા અને મૃતકની ઓળખની તટસ્થ તપાસ બાદ આરોપી કોણ છે? હત્યા કેમ કરાઈ હતી ? હત્યામાં કોણ કોણ સામેલ છે? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવાના બાકી હતાં જેમાં આ હત્યા મૃતક શામજી દલવાડી ના જ મિત્રે કર્યા હોવાની માહિતી મળતા પોલીસે પ્રથમ જયેશ ચમનભાઈ રંગાડીયા જાતે દલવાડી ઉ.વ.25 ધંધો કડીયા કામ રહે.હાલ અમદાવાદ વટવા રોડ સંકલ્પ રેસિડેન્સી મૂળ રહે.સોની તલાવડી પુષ્પા વાટીકા પાસે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ-Botad News: કરુણ ઘટના! પાણી પાવાની મોટર શરુ કરવા જતાં લાગ્યો કરંટ, બે કુટુંબી ભાઈઓના મોત

કેવી રીતે ઘડ્યો હતો હત્યાનો પ્લાન?
અને એસઓજી ટીમની તપાસમાં આરોપી જયેશ ભાંગી પડ્યો હતો અને આ શામજી દલવાડી ની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી સત્તાવાર કબૂલાત આપી હતી. જો કે આ વાત આટલે થી નહોતી અટકતી પોલીસને આ હત્યા જયેશ એકલાએ જ કરી હોવાની વાત ગળે ઉતરતી નહોતી આથી પોલીસે કડક હાથે પૂછપરછ કરતા જયેશ રંગાડીયા એ પોતે આ પ્લાન મોરબીની ગોકુલનગર સોસાયટીમાં ઘડ્યો હતો અને અન્ય બે ઈસમો સાથે મળી આ હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. અને હત્યાને અજામ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ બાદ પણ પાપ છાપરે ચડીને પોકાર્યું હતું અને મિત્રે જ મિત્રની હત્યા નિપજાવી હોવાની વાત પરિવાર જનોને જાણવા મળતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો મોરબી એસઓજી ટીમે આરોપી મિત્ર જયેશ રંગાડીયાને મોરબી તાલુકા પોલીસને સોંપી આ હત્યાનું તટસ્થ કારણ જાણવા કવાયત હાથ ધરી છે.
First published:

Tags: Crime news, Gujarati news, Morbi News, Murder case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો