મોરબીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો, પાંચ વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ

મોરબીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો, પાંચ વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ
બાળકીને વધારે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી.

બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી પિતાને કંઈક અજુગતું બન્યાની જાણ થઈ, બાળકીને મોરબી સિવિલમાંથી વધારે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી.

 • Share this:
  અતુલ જોશી, મોરબી: મોરબી (Morbi City)ના સમાકાંઠા વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક પરિવારની પાંચ વર્ષની બાળકી પર બાજુમાં રહેતા પાડોશી યુવકે જ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બાળકીના પરિવારે પોલીસ (Morbi Police)માં ફરિયાદ આપી હતી. જે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. એવી પણ માહિતી મળી છે કે આરોપી યુવક બાળકીના પાડોશમાં જ રહેતો હતો.

  મળતી માહિતી પ્રમાણે બાળકી ઘરે આવ્યા બાદ તેના ગુપ્તાંગમાંથી લોહી વહી રહ્યું હતું. જે બાદમાં પિતાને કંઈક અજુગતું બન્યાની જાણ થતાં બાળકીને સારવાર માટે સવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ તપાસ કરતા ઘરની બાજુમાં આવેલા મંદિરની બાજુમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું.



  આ પણ વાંચો: 


  જે બાદમાં મોરબી બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. મોરબી બાદ બાળકીને વધુ સારવાર માટે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે. બનાવ બાદ ડીવાયએસપી અને બી ડિવિઝન પીએસઆઇ સહિતની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતા રવિ પરમસુખ બધેલ નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યું હતું. બી ડિવિઝન પોલીસે આ મામલે વધારે તપાસ હાથ ધરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:September 22, 2020, 11:52 am