મોરબીઃ ડોક્ટર સહિત પાંચ લોકોએ વેપારીને રૂ.13.60 કરોડમાં નવડાવ્યો

News18 Gujarati
Updated: August 19, 2019, 12:36 PM IST
મોરબીઃ ડોક્ટર સહિત પાંચ લોકોએ વેપારીને રૂ.13.60 કરોડમાં નવડાવ્યો
પ્રતિકાત્મક તસવીર

મોરબીના ડોકટર સહિતના પાંચ ઈસમોએ 'કલેક્ટર તરીકે સિલેક્ટ થયો છું, કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક અપાવીશ' કહીને મોરબીના વેપારીને 13.60 કરોડનો પડાવી લેતા છેતરપિંડી નીપોલીસ ફરીયાદ નોંધાઇ છે.

  • Share this:
અતુલ જોશી, મોરબીઃ મોરબીના ડોકટર સહિતના પાંચ ઈસમોએ 'કલેક્ટર તરીકે સિલેક્ટ થયો છું, કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક અપાવીશ' કહીને મોરબીના વેપારીને 13.60 કરોડનો પડાવી લેતા છેતરપિંડી નીપોલીસ ફરીયાદ નોંધાઇ છે. આ બનાવ સંદભે મોરબી એ. ડીવીઝન પોલીસે છેતરપિંડી, આઈ.ટી. એકટ સહિત કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મોરબીમાં આવેલ શુભ ડેન્ટલ કલિનિકના ડો.વસંત કેશુભાઈ ભોજવિયા (રહે.મૂળ ખાખરેચી જી.મોરબી તથા અમદાવાદ), પ્રદિપકુમાર કારેલીયા (રહે.મૂળ જેતપુર તા.ગોંડલ, તથા દિલ્હી), જયેશ ઉર્ફે રોહિત સોલંકી, (ફાઈનાન્સના અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ), રચના સિંધ તથા તપાસમાં ખુલે તે સાથે મળીને ફરિયાદી વિજયભાઈ નાથાભાઈ ગોપાણી (ઉ.44) રહે- ઉમિયાનગર, દ્રારકેશ એપાર્ટમેન્ટ વાળા સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી વિજયભાઈને વિશ્વાસમાં લઇ અલગ અલગ પ્રકારે લાલચ આપી હતી.

જેમાં આરોપી ડો.વસંત કેશુભાઈ ભોજવિયા પોતે આઈ.એ.એસ. (કલેકટર)માં પાસ થઇ ગયેલ હોય અને રૂપિયાની જરૂરિયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે પ્રથમ રૂપિયા 30 લાખ રોકડા તથા આરોપી પ્રદીપકુમાર કારેલીયાની સસરા તરીકે ઓળખ આપી તેની સાથે મળી ફરિયાદી વિજયભાઈને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના નામથી રૂ.800થી 1000 કરોડ રૂપિયાનો દસ વર્ષ માટે કોન્ટ્રકટ કામ અપાવવાની લાલચ આપી “અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા”ના અશોક સ્થંભના લોગો વાળા ટ્રેડર્સ પેપર તથા એગ્રીમેન્ટ પેપર “સીપ્રા સિરામિક પ્રાઈવેટ લીમીટેડ” મોરબીના નામના તૈયાર કરાવડાવી આરોપી જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ફરિયાદી વિજયભાઈની સહીઓ મેળવી અલગ અલગ રીતે આરોપી ડો.વસંત ભોજવિયા, પ્રદીપકુમાર કરોલીયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ગત તા.15-09-2019થી આજ દિન સુધી તારીખ, સમય અને જગ્યાએથી કુલ મળી રૂપિયા 13,60,000,00 (તેર કરોડ સાઈઠ લાખ) બદઈરાદાથી મેળવી ઉપર મુજબ કોન્ટ્રાક્ટ આપ્યો ન હતો.

આરોપી ફાઈનાન્સના અધિકારી તરીકે ડો.વસંત ભોજવિયાએ ફરિયાદીને ઓળખાણ કરાવી જેણે ફરિયાદી વિજયભાઈને રૂપિયા 3.80 કરોડનું ડી.ડી. બતાવી વિશ્વાસમાં લઇ તેમજ આરોપી રચના સિંધએ એસ.બી.આઈ. બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ડી.ડી. કન્ફર્મેશન થઇ ગયો હોવાની ખોટી માહિતી આપી હતી. તેમજ આરોપી ડો.વસંત ભોજવિયાએ ડી.ડી.માં રૂપિયા 9 કરોડ દર્શાવી તે ડી.ડી. એક્સિસ બેંકમાં રૂપિયા 900નો જ હોય એ જાણતા હોવા છતાં ડી.ડી. રૂપિયા 9 કરોડ હોવાનું વોટ્સઅપ કરી મોકલ્યો હતો.

જેથી આ કામના આરોપીઓએ અગાઉથી સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી વિજયભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના ઈરાદાથી ખોટા ડી.ડી. રૂપી બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ ઈલેક્ટ્રોનિક રેકર્ડ ઉભું કરી ફરિયાદી વિજયભાઈ તથા સાહેદના મોબાઈલ વોટ્સઅપ પર મોકલી જે ડી.ડી. ખોટું હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યા હોવાની ફરિયાદ વિજયભાઈ ગોપાણીએ મોરબી એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. મોરબી એ.ડીવી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: August 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading