Home /News /kutchh-saurastra /Morbi Accident: મોરબીમાં એક જ પરિવારના 13 સભ્યોને અકસ્માત નડ્યો, છ લોકોના મોત
Morbi Accident: મોરબીમાં એક જ પરિવારના 13 સભ્યોને અકસ્માત નડ્યો, છ લોકોના મોત
મુખ્યમંત્રી દ્વારા આર્થીક સહાયની જાહેરાત કરાઈ છે.
મોરબી- માળીયા હાઇવે પર અકસ્માત (Morbi Accident)ની રુહકાંપ ઘટના સામે આવી છે. જેમાં માળીયા હાઇવે (Kutch Maliya Highway) પર આવેલ એક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો .જેમાં એક, બે નહી પરંતુ છ લોકોના એક સાથે કમકમાટીભર્યા મોત નિપજતા માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો
અતુલ જોશી, મોરબી: દિવસેને દિવસે અકસ્માતનું ઘર બનતા જતા મોરબી- માળીયા હાઇવે પર અકસ્માત (Morbi Accident)ની રુહકાંપ ઘટના સામે આવી છે. જેમાં માળીયા હાઇવે (Kutch Maliya Highway) પર આવેલ એક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો .જેમાં એક, બે નહી પરંતુ છ લોકોના એક સાથે કમકમાટીભર્યા મોત નિપજતા માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા મૃતકોને 4-4 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. એવી અને મોરબી માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર કચ્છના માધાપર ખાતે રહેતો રઘુવંશી પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીને પરત માધાપર જઇ રહ્યો હતો. આ વેળાએ મોરબીના કટારીયા ખાતે હવનમાંથી મોરબી પરત આવતા હતા તે વેળાએ કારને માળીયા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. એક કાર બીજા વાહન સાથે અથડાતા એક સમટા પાંચ જેટલા લોકોના કાળનો કોળિયો બની ગયા હતા. જેમાં મોરબીના મહેન્દ્રભાઈ પ્રાગજી ભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્ર ભાઈ રવેશીયા, જિજ્ઞાબેન ઘનશ્યામ જોબનપુત્રા,રિયાંશ ધનશ્યામ જોબનપુત્રાના કરુણ મોત નિપજ્યા હતા.
જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ માંઠા સમાચાર મળતા મોરબી માળીયા ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર