વિરમગામના ઓગણ ગામના તળાવમાં એક સાથે હજારો માછલીઓ મરી જવાની ઘટના બાદ આજે ફરી આવી જ વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે મોરબીના સરદાર નજીકના તળાવમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મરી ગઈ છે. હજારો માછલીઓ એક સાથે મરી જતા, સમગ્ર પંથકમાં ગંધ ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના ઉમિયા સર્કલથી કંડલા બાયપાસ જવાના રસ્તે સરદારનગર નજીકના તળાવમાં હજારોની સંખ્યામાં માછલી મૃત હાલતમાં જોવા મળી હતી. આ મુદ્દે સ્થાનિકોને જાણ થતા લોકો દોડી ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. અસંખ્ય માછલીના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ભયંકર દુર્ગંધ ફેલાઈ ગઈ છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, તંત્ર દ્વારા તુરંત આનો નિકાલ કરવામાં આવે, નહીં તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. જોકે માછલીના મોત ક્યાં કારણોસર નીપજ્યા તે તંત્રની તપાસ બાદ જાણી શકાશે.
સ્થાનિક રહેવાસી કે.કે.પરમારે જણાવ્યું કે, ઉમા રેસીડન્સી અને સરદાર રેસીડન્સી પાછળ મોટું તળાવ આવેલું છે. આ તળાવની પાસેથી નીકળતા મને જાણ એવી થાય કે દુર્ગધ શેની મારે છે. તપાસ કરતા ખ્યાલ આવેલો કે મચ્છી અસંખ્ય પ્રમાણમાં મૃત્યુ પામેલ છે, જેની જાણ તાત્કાલિક તંત્રને કરેલ, હવે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાય અને ભયંકર રોગચાળો ફેલાતો અટકાવાય એવી મારી નેમ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર