મોરબી જિલ્લામાં કોરોનાથી પ્રથમ મોત, 47 વર્ષીય બેંક કેશિયરનું સારવાર દરમિયાન મોત

News18 Gujarati
Updated: June 11, 2020, 10:09 AM IST
મોરબી જિલ્લામાં કોરોનાથી પ્રથમ મોત, 47 વર્ષીય બેંક કેશિયરનું સારવાર દરમિયાન મોત
મૃતક બેંક કેશિયર.

કોરોનાને કારણે મોતને ભેટેલા વ્યક્તિ મોરબીના રવાપર રોડ ખાતે આવેલી SBI શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા હતા.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબી જિલ્લા (Morbi District)માં આજ દિવસ સુધી કુલ 06 કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Cases) નોંધાયેલા છે. જેમાંથી 04 વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે, તેમજ બે લોકો સારવાર હેઠળ હતા. આ દરમિયાન સારવારમાં રહેલા બેંકના કેશિયર હેમાંગ રજનીભાઈ વજરીયા (ઉ.વ.47)નું મોડી રાત્રે નિધન થયું છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મોત (First Corona Death in Morbi) નોંધાયું છે.

મોરબી જિલ્લામાં ગત તા.9ના રોજ હળવદના વૃદ્ધ અને મોરબીના એક બેંકના 47 વર્ષીય કેશિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા 28થી વધુ ફ્લેટ અને મકાનને ક્વૉરન્ટીન કરી કુલ 1,400 લોકોને બફરઝોનમાં જાહેર કર્યા હતા. કોરોના સંક્રમિત વ્યક્તિ રવાપર રોડ પર આવેલી એસબીઆઈ શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેમના પત્ની અને પરિવારના સભ્યોના પણ ટેસ્ટ કરાયા હતા. પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આ પણ વાંચો : Covid-19: અમદાવાદનો ડેથ રેટ દેશમાં સૌથી ગંભીર, દિલ્હીથી 4 ગણાં મોત

ગતરાત્રે અચાનક જ રાજકોટ સારવારમાં રહેલા હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાનું મોત થઈ જતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં પ્રથમ મોત નોંધાતા મોરબીવાસીઓમાં પણ ભય ફેલાયો છે. અચાનક જ હેમાંગભાઈનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મોરબીમાં આજ દિવસ સુધી કોરોનાના છ જ કેસ સામે આવ્યા છે ત્યારે સવાલ ઊભો થયો છે કે શું ખરેખર જિલ્લામાં છ જ લોકો સંક્રમિત હશે?
મોરબીમાં ઉદ્યોગ હોવાથી દેશ-વિદેશથી લોકો અવરજવર કરે છે. લોકો કામ સબબ પણ મોરબી આવે છે. જેમાં વિદેશથી લઈને રાજ્યના લોકોનો સમાવેશ થાય છે. આ કારણે એવું માનવામાં આવે છે કે જિલ્લામાં વધુ કોરોના પોઝિટિવ લોકો ફરતા હશે. હાલ તંત્ર તરફથી મૃતક હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાની અંતિમવિધિ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મોરબીના લોકો માટે આ ચેતવણીરૂપ અને લાલબત્તી સમાન કિસ્સો છે.

આ પણ વાંચો : ગઠિયાએ નોકરી આપવાની લાલચે સિનિયર સિટીઝનના 8 લાખ રૂપિયા પડાવી લીધા
First published: June 11, 2020, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading