પોલ ખુલી! કોલસાના હબ એવા નવલખી બંદરે ફાયર સેફ્ટીનો અભાવ

નવલખી પોર્ટ પર રહેલો કોલસો એક સળગતો બૉમ્બ છે તેવું કહી શકાય તેમ કોઈ શંકાને સ્થાન નથી.

News18 Gujarati
Updated: May 27, 2019, 9:10 PM IST
પોલ ખુલી! કોલસાના હબ એવા નવલખી બંદરે ફાયર સેફ્ટીનો અભાવ
નવલખી બંદર
News18 Gujarati
Updated: May 27, 2019, 9:10 PM IST
અતુલ જોશી, મોરબી: નવલખી બંદર પર વર્ષોથી કોલસાનું હબ ગણવામાં આવે છે જેમાં કોલસાને વિદેશથી આયત કરી હેરફેર કરવામાં આવે છે જો કે કોલસો જ્વલનશીલ પદાર્થ હોવાથી તેના માટે ફાયર સેફટીના સાધનો અને ટીમો ખડેપગે રાખવાં અનિવાર્ય છે ત્યારે નવલખી બદરે એવી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો.

મોરબી જીલ્લામાં ઠેર ઠેર ફાયરના સાધનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબીનું નવલખી બંદર પર પણ ફાયરના સેફટી નું ચેકિંગ કરવામાં આવે તો મસમોટી ખામીઓ બહાર આવી શકે તેમ છે અનેક વખત ડીઝલ ચોરી અને લોખંડ ચોરી જેવા કૌભાંડમાં વિવાદમાં રહેલું નવલખી પોર્ટ પર ગ્રીન ટ્રીબ્યુનલ ના કાયદાનો છડેચોક ઉલળીયો કરવામાં આવે છે અને પોર્ટ પર કામ કરતા મજૂરો માટે કોઈ પણ સેફટીના સાધનો જોવા મળતા નથી સાથે જ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોઈ પણ ફાયરસેફટી ની સુવિધાઓ પણ નથી.

ઉલ્લેખનીય છે કે, કોલસો એ જ્વલનશીલ ખનિજ ગણવામાં આવે છે અને એ સતત સળગતો જ રહે છે ત્યારે ઉનાળામાં તો તે ની પરિસ્થિતિ અતી વિકટ સર્જાય છે ત્યારે તંત્ર ન્યુઝ 18 ગુજરાતી દ્વારા કરવામાં આવેલ રિયાલિટી ચેકમાં નલવખી પોર્ટ ફેઈલ ગયુ છે અને આ બાબતે ભૂતકાળમાં રજૂઆતો પણ થયેલી છે પરંતુ નિભર તંત્ર દ્વારા આ બાબતની કોઈ દરકાર લેવાતી ન હોય તેમ તેરી ભી ચૂપ મેરીભી ચૂપનો ઘાટ સર્જાતો હોય તેવું જોવા મળ્યું છે.

જો કે આ બાબતે નવલખી પોર્ટ ઓફિસર કેપટન નીરજ હિરવાણી સાથે વાત કરતા તેઓએ બધુ કુશલ હોવાનું જણાવી ફાયરફાયટરની તમામ સુવિધાઓ માટે નવલખી પોર્ટ તંત્ર સમ્પૂર્ણ સજ્જ હોવાની વાત વાગોળી હતી અને આગની કોઇ દુર્ઘટનાં ઘટે તો નવલખી પોર્ટ દ્વારા તેને પહોંચી વળવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

નવલખી પોર્ટ પર કોલસો મંગાવતા એક ખાનગી કંપનીના મેન્જેર દ્વારા જણાવ્યું હતું કે, હાલ નવલખી પોર્ટ પર છ લાખ ટન કોલસાનો સઁગ્રહ છે ત્યારે અને આ કોલસામાં કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે કંપનીના મેનેજમેન્ટ દ્વારા પુરી તકેદારીના ભાગ રૂપે રોજના ટેન્કરો ઠાલવવામાં આવે છે અને આ ટેન્કરો મારફતે કોલસા સળગતા હોય ત્યાં પાણીનો છટકાવ કરવામાં આવે છે.

હાલ તો નવલખી પોર્ટ અને ખાનગી અધિકારીઓ દ્વારા આવી કોઈ ઘટના બને તો તેને પહોંચી વળવા તૈયાર હોવાની વાત કબૂલી છે પણ ખરેખર નવલખી પોર્ટ પર રહેલો કોલસો એક સળગતો બૉમ્બ છે તેવું કહી શકાય તેમ કોઈ શંકાને સ્થાન નથી.
First published: May 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...