મોરબી-રાજકોટ હાઇવે પર સ્કૂલવાન સળગી, 10 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

મોરબી રાજકોટ હાઈવે પર આજે શનિવારે વહેલી સવારે અજંતા નજીક એક સ્કૂલ વેનમાં અચાનક આગ લાગી હતી.

News18 Gujarati
Updated: June 15, 2019, 2:00 PM IST
મોરબી-રાજકોટ હાઇવે પર સ્કૂલવાન સળગી, 10 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
સ્કૂલવાનમાં લાગેલી આગની તસવીર
News18 Gujarati
Updated: June 15, 2019, 2:00 PM IST
અતુલ જોશી, મોરબીઃ મોરબી રાજકોટ હાઈવે પર આજે શનિવારે વહેલી સવારે અજંતા નજીક એક સ્કૂલ વેનમાં અચાનક આગ લાગી હતી. જેના પલલે કારના ડ્રાઈવરે વેનમાં સવાર તમામ ૧૦ બાળકોને સમયસર વાહનમાંથી નીચે ઉતારી લીધા હતા. આમ જાનહાની થતા અટકી હતી. વેનમાં લાગેલી આગને પગલે વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે મોરબીમાં તમામ શાળાઓમાં અસંખ્ય વેનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે. ત્યારે આવી દુર્ઘટના રોકવા તંત્ર ક્યારે કદમ ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે. ટ્યુશન કલાસીસ અને શાળાઓને ફાયર એનઓસીના નાટક કરતા તંત્રના અધિકારીઓ અને જિલ્લા ટ્રાફિક દ્વારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું જો કે લાખો રૂપિયાનો દંડ કરતી ટ્રાફીક પોલીસના જવાનોને આ ગેરકાયદેસર ચાલતી સ્કૂલ વેન કેમ દેખાતી નથી.

આ સ્કૂલ વેન મોટા ભાગે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓના સગા અને સંબંધીઓની જ હોય છે. તેથી તેના પર કાર્યવાહી કરવામાં નથી આવતી અને અન્ય કોઈ વ્યક્તિ આવી સ્કૂલ વેન ચાલુ કરે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...