મોરબી : ભાજપના બે જૂથ વચ્ચે હૉસ્પિટલમાં જ મારામારી, દર્દીઓ બહાર દોડી આવ્યાં

News18 Gujarati
Updated: June 11, 2020, 3:30 PM IST
મોરબી : ભાજપના બે જૂથ વચ્ચે હૉસ્પિટલમાં જ મારામારી, દર્દીઓ બહાર દોડી આવ્યાં
હળવદ સરકારી હૉસ્પિટલમાં બીજેપીના બે જૂથ સામેસામે આવી ગયા.

પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા અને વર્તમાન બીજેપી ધારાસભ્ય પરસોતમ સાબરિયાના કાર્યકરો હૉસ્પિટલમાં સામસામે આવી ગયા.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબી જિલ્લા (Morbi District)નું હળવદનું રાજકારણ હંમેશા ગરમાવો ઊભું કરતું રહ્યું છે. આજે ફરી હળવદના રાજકીય આગેવાનોનો જાહેરમાં તમાશો ચર્ચામાં આવ્યો છે. આજે હળવદ સિવિલ હોસ્પિટલ (Halvad Civil Hospital)માં સુરેન્દ્રનગરના સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા દ્વારા મુલાકાત લેવામાં આવનાર હતી. જેમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા આવે એ પહેલા જ કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ બીજેપી મંત્રી જયંતિ કવાડિયા ગ્રુપ હાજર હતું.

કવાડિયાનું જૂથ હાજર હતું ત્યારે હળવદના વર્તમાન ધારાસભ્ય સાબરીયાની ગેરહાજરીમાં કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. જે બાદમાં સાબરીયા અને બીજા જૂથના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા તેમજ થોડી મારામારી પણ થઈ હતી. ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાનું જૂથ સામે-સામે આવી જતા અને ઉગ્ર બોલાચાલી થતાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ બહાર આવી ગયા હતા.

આ પણ વાંચો :  પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને ગાળો બોલવી યુવકને ભારે પડ્યુંહળવદ સરકારી હોસ્પિટલ ખાતે ભાજપે ભવાળો કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. હળવદમાં ભાજપના બે જૂથ વચ્ચે ચૂંટણી સમયથી ચાલી રહેલી ગરમાગરમીથી રેવન્યૂ અને પોલીસ અધિકારીઓએ ભોગ બનવું પડી રહ્યું છે. સૂડી વચ્ચે સોપારી બનેલા અધિકારીઓએ ભૂતકાળમાં આ મામલે ભોગ બનવું પડ્યું છે. લોકોએ ચૂંટાઈને મૂકેલા લોકો આવી હરકતો કરે ત્યારે ખરેખરે લોકોએ શરમમાં મૂકાવું પડે છે. 

આ પણ વાંચો : સુરતના નામચીન બુટલેગર કાલુની હત્યા મામલે મોટો ખુલાસો, આ કારણે પતાવી દીધો
First published: June 11, 2020, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading