Pratik kubavat , morbi : મોરબીમાં એક નાના બાળકની જીદ પૂર્ણ કરવા પિતાએ અનોખું બાઈક બનાવડાવ્યું છે, રૂપિયા 27 હજારના ખર્ચે બનેલ આ બાઇકમાં હોર્ન, લાઈટ, સહિતની તમામ સવલત છે અને એક લીટર પેટ્રોલમાં આ બાઈક અંદાજે 30 કિલોમીટર ચાલે છે, મજાની વાત એ છે કે આ નાનકડું બાઈક બાળકની સાથે તેના પિતા પણ ચલાવી શકે છે, આ અનોખું બાઈક હાલ મોરબીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ નજીક રહેતા માલદેભાઈના પુત્ર રાજવીરએ યુટ્યૂબ જેવા સોશ્યિલ મીડિયામાં વીડિયોમાં રમકડાંનું બેટરીથી ચાલુ બાઇક જોઈને પપ્પા પાસે આવું જ બાઈક લેવાની જીદ પકડી, જોકે માલદેભાઈએ પુત્રની જીદ સાંભળી થોડો સમય વિચાર કર્યા બાદ બેટરી ઓપરેટેડ કે અન્ય બાઈક લઈ આપવાને બદલે અનોખો આઈડીયો અજમાવી પોતાની સૂઝબૂઝથી નાનું એવું પેટ્રોલથી ચાલતું બાઇક બનાવી પુત્રને ભેટમાં આપ્યું આ બાઈક જોઈ ને મોરબીના લોકો અચંબિત બની રહ્યા છે.
મોરબીના માલદેભાઈએ તેમના રાજકોટમાં ગેરેજ ધરાવતા મિત્ર સાથે મળી એક મહિનાની મહેનતના અંતે દિગ્ગજ ઓટો કંપનીઓના મોડેલને પણ ટક્કર મારે તેવું નાનું નાજુકડું અને સુવિધા સભર બાઈક બનાવ્યું. આ બાઇકમાં ટીવીએસ સ્કૂટીનું એન્જીન, મોડીફાય કરેલા બાઈક જેવી પેટ્રોલ ટેન્ક, મેગ વ્હીલ, મુંબઈથી મંગાવેલી ખાસ પ્રકારની લાઈટ, ડિજિટલ સ્પીડો મીટર, જલવા હોર્ન સેલ્ફ સ્ટાર્ટ કીટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.આ તમામ સુવિધાઓ સાથેનું બાઈક માલદેભાઇને હાલમાં 27 હજારમાં પડતર થયું છે.
માલદેભાઇએ ભલે પુત્ર માટે પિતાએ પુત્રના શોખ ને પૂરો કરવામાં કોઈ કસર છોડી નથી નથી પરંતુ બાળક માટે બનાવેલું આ બાઈક તેઓ જાહેર માર્ગ ઉપર ચલાવવા આપતા નથી ફક્ત તેઓ જે વિસ્તારમાં રહે છે તેના પાર્કિંગમાં જ બાળક આ બાઇકને ચલાવે છે, જો કે, માલદેભાઇએ કેટલીક વાર આ બાઈક લઈને સિટીમાં ચક્કર લગાવે છે અને તેઓ જયારે જયારે આ બાઈક લઈને મોરબીમાં નીકળે છે ત્યારે અનેક લોકો આ કઈ કંપનીનું બાઈક છે ? ક્યાંથી લીધું ? જેવા સવાલોની જડી વરસાવી રહ્યા હોવાનું તેઓ જણાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર