Home /News /kutchh-saurastra /Morbi Bridge Collapse: મૃતકોના પરિવારજનોએ વ્યથા ઠાલવી, કહ્યુ - જયસુખ પટેલને નગર દરવાજે જાહેરમાં ફાંસીએ લટકાવો!

Morbi Bridge Collapse: મૃતકોના પરિવારજનોએ વ્યથા ઠાલવી, કહ્યુ - જયસુખ પટેલને નગર દરવાજે જાહેરમાં ફાંસીએ લટકાવો!

ઇન્સેટમાં જયસુખ પટેલની ફાઇલ તસવીર

Morbi Bridge Collapse: મોરબી ઝૂલતો પુલની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો જયસુખ પટેલને જોતાં જ રોષે ભરાયા હતા અને નારેબાજી કરી ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેને જાહેરમાં ફાંસી આપવાની માંગણી કરી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
મોરબીઃ એક એવી દુર્ઘટના જેમાં 135 લોકો કાળનો કોળિયો બની ગયાં. ગણતરીની સેકન્ડમાં જ મોરબીનો ઐતિહાસિક 140 વર્ષ જૂનો ઝૂલતો બ્રિજ મચ્છુ નદીમાં પડ્યો અને સર્જાયું મોતનું તાંડવ. જે-તે સમયે પોલીસે આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખી FIR નોંધી કાર્યવાહી કરી હતી. જેમાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, આ ઘટનાનો મુખ્ય આરોપી એટલે કે ઓરેવા ગ્રુપનો માલિક જયસુખ પટેલ ફરાર હતો. તેણે આજે આત્મસમર્પણ કર્યુ હતુ અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પરિવારજનોએ જયસુખ પટેલનો વિરોધ કર્યો


મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવતા લોકોને ક્યાંકને ક્યાંક ન્યાયની આશા મજબૂત થઈ ગઈ છે. ત્યારે પોલીસ જ્યારે જયસુખ પટેલને કોર્ટમાંથી બહાર લાવતી હતી ત્યારે ત્યાં હાજર લોકોએ અને મૃતકોના પરિવારજનોએ રોકકળ મચાવીને હોબાળો કર્યો હતો. પરિવારજનોએ જયસુખ પટેલના નામના છાજિયાં લીધા હતો તો ‘જયસુખ પટેલ.. હાય... હાય...’ના નારા લગાવી જોરશોરથી વિરોધ કર્યો હતો.


આ પણ વાંચોઃ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની ધરપકડ

જાહેરમાં ફાંસી આપવાની માગણી કરી


તેટલું જ નહીં, વળી ત્યાં કેટલાક પરિવારજનોએ એવું પણ કહ્યુ હતુ કે, ‘જો પોલીસે તે સમયે જ પગલાં લીધા હોત તો જયસુખ પટેલ ત્યારે જ પકડાઈ ગયો હોત.’ આટલેથી ન અટકતાં મૃતકોના પરિવારજનોએ ‘જયસુખ પટેલ મુર્દાબાદ’ની નારેબાજી કરી હતી અને જયસુખ પટેલને મોરબીના નગર દરવાજે જાહેરમાં ફાંસી આપવાની માગણી કરી હતી.


પોલીસે પછીથી જયસુખ પટેલનું નામ ઉમેર્યું


તાજેતરમાં જ 27મી જાન્યુઆરીએ મોરબી પુલ દુર્ઘટનામાં સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરાઇ હતી. જે બાદથી જ શક્યતા સેવાઇ રહી હતી કે, ગમે તે સમયે જયસુખ પટેલ સરેન્ડર કરી શકે છે. અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે. જ્યારે 10મા આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું. ત્યારબાદ આજે 31મી જાન્યુઆરીએ જયસુખ પટેલ મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી. જયસુખ પટેલની અરજી પર 1 ફેબ્રુઆરીએ નિર્ણય આવવાનો હતો.
First published:

Tags: Morbi bridge collapse, Morbi News

विज्ञापन