આથી પોલીસે બેઇઝઓઇલ, એડીટીવ કેમીકલ, ઓઇલ બેઇઝ કલર, ગુલાબનું પરફ્યુમ આર.પી.ઓ. ઓઇલ તથા અલગ અલગ કંપનીના 800, 900 મીલી 20,10,05,01 લીટરની ક્ષમતા વાળા ડોલ, ડબલા તથા પાઉચ જેમાં ભેળસેળ યુકત ઓઇલ ભરેલ છેતે કાર્ટુન તથા ખાલી ડબલા, ડોલ તથા પાઉચ ઢાંકણા સ્ટીકર, તથા શિલિંગ મશીન, એમ.આર.પી.પિન્ટર મશીન ઇલેકટ્રીક મોટર, ઓઇલ ભરવાના માપીયા , વજનકાંટા સહિત રૂ . 25,50,995 નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કર્યો હતો. અને આરોપી મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર (રહે.શિવહેરીટેઝ - બી , RDC બેન્ક પાસે, રવાપરરોડ, મોરબી અને અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા (રહે. સંકલ્પ એપાર્ટમેન્ટ, રવાપર-ઘુનડારોડ મોરબી) ને ઝડપી લીધા હતા.આ બન્ને ઇસમોની મોરબી અયોધ્યાપુરી રોડ પર દુકાન આવેલ હોવાથી કંપનીના ઓઇલોના જેવા જ પેકીંગ કરી બજાર ભાવ કરતા સસ્તા ભાવનું તેમજ કંપનીમાંથી બિલ વગરનો માલ હોવાનું કહી મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત ખાતે હોલસેલમા ધાબડી દેતા હતા.
રો મટીરીયલમાં બેઇઝ ઓઇલ, એડીટીવ કેમીકલ , ઓઇલ બેઇઝ કલર , ગુલાબનું પરફ્યુમ મિક્ષ કરી ટુવ્હીલર , ફોર વ્હીલર , ઓટો રીક્ષામાં વપરાતા 20,10,05 તથા 01 લીટર તથા 800, 900 મીલીના નામાકિત કંપનીના આબેહુબ ડોલડબા તથા પ્લામ્ટના પાઉચમાં ભરી પેકીંગ કરી શીલીંગ મશીન દ્વારા શીલ કરી એમ.આર.પી. પ્રિન્ટર મશીનથી પ્રિન્ટ કરી તૈયાર પુઠાના પ્રિન્ટેડ બોક્ષમાં પેક કરી કંપનીના નામની સેલોટેપથી કાર્ટુનો પેક કરતા હતા . મોરબી એલસીબી પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી છે અને મુદામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર