Home /News /kutchh-saurastra /Morbi Bridge Collapse: PM મોદીએ કેમ કર્યા BAPSના સંતો-સ્વયંસેવકોના વખાણ?

Morbi Bridge Collapse: PM મોદીએ કેમ કર્યા BAPSના સંતો-સ્વયંસેવકોના વખાણ?

વડાપ્રધાન મોદીએ પણ બીએપીએસની સેવાના વખાણ કર્યા

દુર્ઘટના ઘટી અને ચારે તરફ ચીસાચીસ અને બચાવો બચાવોનો કલશોર ચાલી રહ્યો હતો તે જ ક્ષણે આ અફરાતફરી વચ્ચે ઝુલતા પૂલની સાવ નજીક આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવક સુભાષે એક પળનો પણ વિલંબ કર્યા વિના તુરંત બચાવ કાર્યવાહી માટે પાણીમાં ઝંપલાવ્યું હતું.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
Morbi:  વડાપ્રધાન મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે લોકોને મળ્યા હતા. ત્યારે બીએપીએસનાં સ્વયંસેવકોનું સેવા કાર્ય જોઇ તેમનાં કાર્યને બિરદાવ્યું હતું. મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વહાવી રહ્યા છે.આ દુર્ઘટના વખતે ત્યાં હાજર રહેલા અનેક લોકોએ માનવતા દાખવી ડુબતાનો જીવ બચાવવા માટે મરણોતર પ્રયાસો કર્યા હતા. તેમાં BAPSના સંતોએ ઝડપથી સેવાકીય કામ શરૂ કર્યું હતું અને લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા ઉભી કરી હતી. એટલું જ નહીં કેટલાક સંતો ખુદ બચાવકાર્યમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ કારમી કમનસીબ દુર્ઘટના ઘટી અને ચારે તરફ ચીસાચીસ અને બચાવો બચાવોનો કલશોર ચાલી રહ્યો હતો તે જ ક્ષણે આ અફરાતફરી વચ્ચે ઝુલતા પૂલની સાવ નજીક આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવક સુભાષે એક પળનો પણ વિલંબ કર્યા વિના તુરંત બચાવ કાર્યવાહી માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. સુભાષની આ સમયસૂચકતાથી તેણે 6 વ્યક્તિને પાણીમાંથી જીવતા બચાવ્યા હતા અને અન્ય બે વ્યક્તિને બહાર લઈ આવ્યા પછી તેના મૃત્યુ થયા હતા.



થોડી જ પળોમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંતો અને સ્વયંસેવકો દુર્ઘટનાગ્રસ્ત લોકોના બચાવની કાર્યવાહી તેમજ અન્ય સેવાઓમાં તેજ ગતિએ જોડાઈ ગયા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ દુર્ઘટનામા જેમણે સ્વજનો ગુમાવ્યા છે એવા પરિવારજનો માટે ભગવાનના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરીને સહાનુભૂતિ દર્શાવી છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ દુર્ઘટનામા જેમણે સ્વજનો ગુમાવ્યા છે એવા પરિવારજનો માટે ભગવાનના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરીને સહાનુભૂતિ દર્શાવી છે. સાથે સાથે તેઓની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાહત રસોડાનો પણ આરંભ કરાયો હતો. બચાવ કાર્યવાહીમાં જોડાયેલા લશ્કરી જવાનો અને અન્ય લોકોને પણ ભોજનની વ્યવસ્થા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.



બી.એ.પી.એસના સ્વયંસેવકોએ અનેક લોકોના જીવ બચાવીને યોગ્ય સારવાર અર્થે સેવા આપી હતી.  બી.એ.પી.એસના સંતોએ તમામ પીડીતો માટે ભોજનની પણ ત્વરિત વ્યવસ્થા કરી હતી. ત્યારે પ્રધાનમંત્રી શનરેન્દ્ર મોદી ઘટના સ્થળે આવીને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બી.એ.પી.એસના સંતો અને કાર્યકરોએ બચાવ કામગીરી અને ભોજન વ્યવસ્થાની સારી સેવા આપી તે બદલ પ્રધાનમંત્રીએ બી.એ.પી.એસ સંસ્થાની આ સેવા ભાગીરથને વિશેષ બીરદાવી હતી.
First published:

Tags: BAPS, Morbi bridge collapse, પીએમ મોદી