મોરબી : નવા એરપોર્ટની જમીન માપવા આવેલા એન્જિનિયરનું ડૂબી જતા મોત, કુલતરિયા પરિવારે 'કુળદિપક' ગુમાવ્યો

મોરબીમાં નવા એરપોર્ટની જમીન માપવા આવેલા યુવકનું ડૂબી જતા મોત

Morbi Engineer Drowned in Lake : મોરબીના રાજપરમાં નવા બની રહેલા એરપોર્ટ નજીક કરૂણાંતિકા, 14 કલાકે તળાવમાંથી મળ્યો મૃતદેહ

  • Share this:
    અતુલ જોશી, મોરબી : મોરબીનાં રાજપર નજીક નવા બની રહેલા એરપોર્ટ (Morbi Rajpar New Airport) પાસે એક કરૂણ ઘટના ઘટી છે. આ ઘટનામાં એક આશાસ્પદ એન્જિનિયર યુવકનું (Engineer Drowned in Lake) અકાળે મોત થયું છે. નવા બની રહેલા એરોપોર્ટની જમીન માપણી કરવા આવેલ યુવક એકાએક ગુમ થઈ ગયો હતો. જોકે,0 આ યુવક તળાવમાં (Morbi Engineer Drowned in Lake) ડૂબ્યો હોવાની પોલીસને આશંકા હતી જેને લઈને રાત્રીના મોરબી તાલુકા પોલીસ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તરવૈયાઓ અને રાજપર ગ્રામજનોની મદદથી યુવકને શોધવા કવાયત હાથ ધરી હતી.જેમાં આજે સ્વરવા 10 વાગ્યાની બાજુ એન્જીનિયર યુવકનો મૃતદેહ રાજપરના તળાવમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે તો પરિવારે વ્હાલસોયો ગુમાવ્યો છે. જેમાં 14 કલાકની જહેમત બાદ મૃતદેહ મળતા મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

    બનાવની વિગતો એવી છે કે ઉદ્યોગનગરી મોરબીમાં રાજપર નજીક નવું એરપોર્ટ બની રહેલું છે. આ એરપોર્ટની જમીન માપણીનું કામ ચાલી રહ્યું છે. આ કાના અનુસંઘાનમાં જમીન માપણી થઈ રહી છે. જમીનની માપણી માટે એન્જિનિયર ઉત્તમ કુલતરિયા આવ્યો હતો. જોકે, એકાએક આ યુવક ગુમ થઈ જતા તેના પરિવાર સહિતના લોકો ચિંતામાં મૂકાઈ ગયા હતા. દરમિયાન એન્જિનિયર ઉત્તમ સૂચિત એરપોર્ટ નજીક તળાવમાં ડૂબ્યો હોવાની પોલીસને આશંકા ગઈ હતી.

    આ પણ વાંચો :  મોરબી : પાલિકના માજી ઉપપ્રમુખ અને પુત્રની ફિલ્મી ઢબે હત્યા, સગીર સહિત 5 શખ્સોએ જણાવ્યું શા માટે કર્યુ ખૂન

    14 કલાકે મળ્યો મૃતદેહ પોલીસ તપાસમાં ખૂલશે રહસ્ય?

    દરમિયાન મોરબી તાલુકા પોલીસે આ તળાવમાં જ ફોકસ કરી અને સ્થાનિક ગ્રામજનોની મદદથી તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયા લાગલગાટ 14 કલાકની શોધખોળના અંતે રાજપર તળાવમાંથી ઉત્તમ કુલતરિયાનો મૃતદેહ મળી આવ્યો હતો.

    મૃતદેહ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે તો બીજી બાજુ આશાસ્પદ યુવાનના કરુણ મોત થી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. હાલ પોલીસે આ બનાવ કઈ રીતે બન્યો તેની તજવીજ હાથ ધરી છે.

    Engineer Uttam Kultariya Drowned in rajpar Lake While surveying for New Airport
    મોરબીના રાજપરનું એ તળાવ જ્યાં કુલદિપ ડૂબ્યો


    શું તળાવમાં લપસ્યો કે પછી ન્હાવા પડ્યો હતો ઉત્તમ?

    આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્નાર્થ એ સર્જોયો છે કે જમીન માપણી કરવા આવેલો એન્જિનિયર યુવક તળાવ સુધી પહોંચ્યો કેવી રીતે શું તે તળાવમાં લપસ્યો અથવા તો ન્હાવા પડ્યો હતો આ તમામ પ્રશ્નોએ ભારે કુતૂહલ સર્જ્યુ છે. ચોમાસાની સિઝનમાં જ્યારે પાણી નજીક જવું જોખમ હોય છે ત્યારે આ યુવકનું કેવી રીતે મોત થયું તે ઊંડી તપાસનો વિષય છે. પોલીસ તપાસના અંતે શું બહાર આવે છે તે હવે જોવું જ રહ્યુ
    Published by:Jay Mishra
    First published: