Home /News /kutchh-saurastra /Morbi Bridge Collapse: લાઇવ રિપોર્ટિંગ દરમિયાન મૃતકના પરિવારજનોના હૈયાફાટ રુદનને જોઈને સંવાદદાતા પણ રડી પડ્યાં

Morbi Bridge Collapse: લાઇવ રિપોર્ટિંગ દરમિયાન મૃતકના પરિવારજનોના હૈયાફાટ રુદનને જોઈને સંવાદદાતા પણ રડી પડ્યાં

મોરબીમાં લાઇવ રિપોર્ટિંગ દરમિયાન સંવાદદાતા પણ ભાવુક થઈ ગયા.

Morbi Bridge Collapse: મોરબીમાં ઝૂલતો પુલ પડ્યાની દુર્ઘટનામાં ઘણાં લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતીના સંવાદદાતા સંધ્યા પંચાલે મૃતકોના પરિવારજનોને મળીને તેમની આપવીતી સાંભળી હતી. ત્યારે લાઇવ રિપોર્ટિંગ દરમિયાન તેમની આંખો છલકાઈ ગઈ હતી.

વધુ જુઓ ...
અમદાવાદઃ રવિવારે સાંજે મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં શોક છે. અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતીની ચેનલે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની મુલાકાત લીધી હતી અને તેમની શું પરિસ્થિતિ છે તે વિશે લોકોને માહિતગાર કર્યા હતા.

હૈયાફાટ આક્રંદથી આંસુ છલકાયાં


ન્યૂઝ18 ગુજરાતીના સંવાદદાતા સંધ્યા પંચાલ મૃતકના પરિવારજનોને મળે છે, ત્યારે તેમનું હૈયાફાટ આક્રંદ તેમને હચમચાવી મૂકે છે. લાઇવ રિપોર્ટિંગ દરમિયાન થતું આ આક્રંદ ક્યાંકને ક્યાંક સંવાદદાતાને ઓગાળી દે છે. જ્યારે સંધ્યા પણ આ ઘટનાની વાસ્તવિકતાની નજીક જાય છે, ત્યારે પોતાના આંસુ રોકી શકતા નથી. તેમની આંખો પણ મૃતકના પરિવારજનોનું આક્રંદ સાંભળીને ભરાઈ આવે છે.

આ પણ વાંચોઃ મોરબીની દુર્ઘટનાના પાંચ હૃદયદ્રાવક કિસ્સા


મારી આંખો અચાનક છલકાઈ ગઈઃ સંધ્યા


સંધ્યા જણાવે છે કે, ‘હું ગઈ ત્યારે કેટલાક લોકો સ્મશાનમાંથી અગ્નિદાહ આપીને ઘરે આવ્યા હતા. એક જર્નલિસ્ટ તરીકે ગમે તેવા હોઈએ પણ કમોતે જે મરે છે તેના સ્વજનો પર વીતતી હોય તે મને ફીલ થતું હતું. તેમની જગ્યાએ હું હોત ત્યારે મારી પરિસ્થિતિ શું હોત, હું એ જગ્યાએ મને પોતાને મૂકીને જોતી હતી અને ત્યારે જ અચાનક મારી આંખો છલકાઈ ગઈ હતી અને હું રડવા લાગી હતી.’

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરનું દંપતી ખંડિત, અડધી રાતે સાળા-બનેવીના મૃતદેહ મળ્યાં

મૃતકના પરિવારજનોએ આપવીતી સંભળાવી


એવું કહેવાય છે કે, અમુક પ્રોફેશન બહુ જ કડક રીતે તેમના સિદ્ધાંતોને વળગેલા હોય છે. જર્નલિઝમ પણ એવું જ એક પ્રોફેશન છે. ત્યારે લાઇવ રિપોર્ટિંગ માટે મોરબી ગયેલા સંવાદદાતા સંધ્યા પંચાલ જે રીતે પરિવારજનો સાથે વાતચીત કરે છે અને તેમની આપવીતી સાંભળે છે. ત્યારે આક્રંદ અને હૈયાફાટ રૂદનને કારણે તેઓ પણ પોતાના આંસુ રોકી નથી શકતા અને રડી પડે છે. આ ઘટના જ પુરવાર કરે છે કે, કેટલી ગંભીર દુર્ઘટના થઈ હશે!
First published:

Tags: Morbi, Morbi Accident, Morbi hanging bridge, Morbi News