મોરબી: ખેતરોમાં ઘૂંટણસમા પાણી, ગયા વર્ષે સુકો આ વર્ષે લીલો દુષ્કાળ, અમે શું કરીશું?

News18 Gujarati
Updated: October 1, 2019, 3:03 PM IST
મોરબી: ખેતરોમાં ઘૂંટણસમા પાણી, ગયા વર્ષે સુકો આ વર્ષે લીલો દુષ્કાળ, અમે શું કરીશું?
ખેડૂતોનાં ઊભા પાકનાં ખેતરોમાં પાણી જ પાણી થઈ ગયા હતા.

હત્વનું છે કે ગયા વર્ષે અહીં સુકો દુષ્કાળ હતો અને આ વર્ષે લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ થતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

  • Share this:
મયુર માંકડિયા, મોરબી : મોરબીનાં (Morbi) માણીયા મીયાણામાં બે દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ (Monsoon) ખાબક્યો છે. આ સાથે વર્ષનો 178 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતોનાં (Farmer) ઊભા પાકનાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે એક ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે. મહત્વનું છે કે ગયા વર્ષે અહીં સુકો દુષ્કાળ હતો અને આ વર્ષે લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ થતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની સાથે ગામનું તળાવ પણ છલોછલ ભરાયા બાદ તૂટ્યું હતું જેના પાણી પણ ખેતરોમાં ફરી વળ્યાં છે.

ન્યૂઝ18 ગુજરાતીની ટીમે મોરબીનાં આ ખેડૂતો સાથે વાત કરતાં તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી. ખેડૂતોએ કહ્યું કે અમારા પાક તૈયાર હતો તેને કાપવાનો સમય હતો ત્યારે જ ભારે વરસાદ ખાબકતા કપાસ, તલ, બાજરી અને અડદનાં ઊભા પાકો નષ્ટ પામ્યા છે. અમને લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. હવે સરકાર અમારી સામે જુએ તેવી આશા છે.આ પણ વાંચો : અતિવૃષ્ટિને કારણે પોતાનો ઊભો પાક બળવાની ભીતિથી અરવલ્લીનાં ખેડૂતે આપઘાત કર્યો

'100 ટકા પાક નષ્ટ'

એક ખેડૂત સાથે વાત કરતા તેણે કહ્યું કે, 'મારી પાસે 10 વીઘાનાં ખેતરો છે. જેમાં ઊભા પાકમાં પાણી ભરાઇ ગયા છે. જ્યાં સુધી આમા પાણી ભરાયેલા છે ત્યાં સુધી આ પાક લીલો દેખાશે પરંતુ પાણી જશે પછી તો આ બધું સુકાઇ જશે. અમારે ટ્રેક્ટરો મંગાવીને પાક ઉખાડીને નાંખવાનાં છે. મારો 100એ 100 ટકા પાક બરબાદ થઇ ગયો છે. સરકારે ગયા વર્ષે 18 હજાર રૂપિયાની મદદ કરી હતી. તે અમે લઇ તો લીધા પરંતુ તેનાથી આખું વર્ષ કઇ રીતે નીકળે. અમે લાખો રૂપિયાનું ધિરાણ લીધું છે પરંતુ એની ભરપાઇ કરી શકીએ તેવી કોઇ પરિસ્થિતિ દેખાતી નથી.'

ખેડૂતોનાં ઊભા પાકનાં ખેતરોમાં પાણી જ પાણી
'હવે, અમે શું કરીશું?'

અન્ય એક ખેડૂત સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ' ગયા વર્ષે અહીં સુકો દુષ્કાળ હતો અને આ વખતે લીલા દુષ્કાળની સ્થિતિ બની રહી છે. અમારા ખેતરમાં પાણી જ પાણી છે. તો હવે અમારે શું કરવું. સરકાર અમને કોઇ મદદ કરે તો સારૂં નહીં તો અમે શું કરીશું.'

આ પણ વાંચો : ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી શરૂ, કનેક્ટિવિટીની સમસ્યાથી ખેડૂતોમાં રોષ

મોરબીમાં વર્ષનો 178 ટકા વરસાદમોરબીમાં વર્ષનો 178 ટકા વરસાદ

રાજ્યમાં તમામ જીલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.  જો ટકાવારી પ્રમાણે જોઇએ તો જામનગરમાં 181.22%, મોરબીમાં 178.05%, ભરુચમાં 175.86 %, કચ્છમાં 173.77 %, છોટાઉદેપુરમાં 171.63%, દેવભુમી દ્વારકામાં 165.53%, સુરેન્દ્રનગરમાં 155.74%, જુનાગઢમાં 150.11% વરસાદ નોંધાયો છે. રાજ્યનાં તમામ તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 113 તાલુકામાં 40 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં તમામ જીલ્લામાં સરેરાશ 140.16% વરસાદ નોંધાયો છે.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर