Home /News /kutchh-saurastra /

મોરબી : જો તમે આ ક્લિનિકમાંથી દવા લીધી હોય તો ચેતજો! વગર ડિગ્રીએ બની બેઠેલો તબીબ ઝડપાયો

મોરબી : જો તમે આ ક્લિનિકમાંથી દવા લીધી હોય તો ચેતજો! વગર ડિગ્રીએ બની બેઠેલો તબીબ ઝડપાયો

મોરબીનો આ શખ્સ નહોતો ડૉકટર કે નહોતો કમ્પાઉન્ડર છતાં આપી રહ્યો હતો દવા

મોરબી એસઓજી એ ડિગ્રી વગર દવાખાનુ ચલાવતો 'મુન્નાભાઈ MBBS'ને મુદામાલ સાથે પકડી પાડ્યો, મળી આવ્યો આવો સામાન

  અતુલ જોશી, મોરબી :  રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ (DGP Gujarat) રાજ્યના તમામ રેન્જ આઈજીપી અને જીલ્લા પોલીસને આવા મેડીકલ માફિયાઓ અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો પર તૂટી પડવાનો આદેશ આપ્યો છે ત્યારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાંથી બોગસ તબીબો (Duplicate Doctor) પકડાયા છે જેમાં મોરબીમાં (Morbi) પણ એક 'મુન્નાભાઈ એમબીબીએસ' (Munna Bhai MBBS) પકડાયો છે.

  મોરબી એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડીગ્રી વગરના અને બોગસ મેડીકલ ડીગ્રી ધરાવતા નકલી ડોકટરોને શોધી કાઢવા મળેલી સુચનાના આધારે એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ.આલ ની ટીમને બાતમી મળી હતી કે રંગપર બેલા રોડ પર બોગસ તબીબ પ્રેક્ટિસ કરે છે.

  આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ

  જેથી તબીબી અધિકારી ડો. કિરણ વિડજા, PHC રંગપરને સાથે રાખી રંગપર-બેલા રોડ પર આવેલ કોયો સીરામીકની સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓમ મેડીસીન નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડીગ્રી વગર આરોપી કિરીટ કેશવજીભાઇ રાચરીયા ઉ.વ.37 ધંધો-મેડીકલ પ્રેકટીસ રહે. વિરપર તા.ટંકારા વાળાને ઓમ મેડીસન દવાખાનુ ચલાવી મેડીકલ પ્રેકટીશ કરતો હતો.

  આ પણ વાંચો :  હળવદ : આર્થિક ભીસના કારણે ખેડૂતે આત્મહત્યા કરી, અંતિમચિઠ્ઠી વાંચીને કાળજું કંપી ઉઠશે!

  કિરીટના દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કીમત રૂપિયા 17,853 નો રાખી મળી આવતા મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે મોરબી પોલીસ દ્વારા નકલી રેમડેસિવિરનું કૌભાંડ બહાર પાડી અને અનેક લોકોના જીવ સાથે ચેડાં થાય એ પહેલાં જ અટકાવી તમામ આરોપીઓને ભોં ભીતર કરી દીધા છે ત્યારે આગામી સમયમાં મોરબી પોલીસે બોગસ તબીબો પર કડક હાથે કામ લેવા કમર કસી લીધી હોવાનું એસપી સુબોધ ઓડેદરાએ ન્યુઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

  આ પણ વાંચો : નવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ

  બોગસ ડૉક્ટરની ખબર પડે તો પોલીસને કરો જાણ 

  સાથે જ જો કોઈ બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળે તો મોરબી કન્ટ્રોલ રમ 02822 243478 અથવા તેઓના મોબાઈલ નમ્બર 99784 05975 પર સંપર્ક કરી જાણ કરવા અપીલ કરી છે.સાથે જ નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Morbi Fake Doctor, Morbi News, Morbi Police, Saurashtra news, ગુજરાતી ન્યૂઝ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन