મોરબી : મોરબીમાં સર્જાયેલી કરુણ ઘટનામાં અનેક પરિવારોનો માળો પળવારમાં વિખેરાઇ ગયો છે. અનેક બાળકો નોંધારા બન્યા તો કેટલાક પરિવારમાં કોઇ રહ્યું નહીં. આવો જ એક હતભાગી પરિવાર મોરબીમાં સામાકાંઠે રહતો હતો. જેમાં મકવાણા પરિવારના એક સાથે બે બાળકો સહિત ત્રણના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફળી વળ્યું છે, તો પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. દૂર્ઘટના બાદ જ્યારે પિતા-પુત્ર અને ભત્રીજાની એક સાથે અર્થી ઉઠતા પરિવાર તો ઠીક પરંતુ નજરે જોનારાની આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે મોરબી શહેરમાં બજારો બંધ થઇ ગઇ અને સન્નાટો છવાઇ ગયો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Morbi bridge collapse