મોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત


Updated: September 20, 2020, 6:58 PM IST
મોરબીમાં covid-19નો ભરડો : એક PI સહિત ચાર પોલીસકર્મીઓ corona પોઝિટિવ, ડોક્ટરનું મોત
પોલીસ કર્મચારીઓની તસવીર

1464 કેસ પોઝિટિવ આવેલા જે જે પૈકીના 1129 કેસ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે 262 કેસ હાલ એક્ટિવ છે. તો બીજી બાજુ 41 બીમાર વ્યક્તિઓને કોરોના થતાં મોત થયા છે જ્યારે 16ના ફક્ત કોરોનાના લીધે જ મોત થયા છે.

  • Share this:
અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં કોરોના પોઝિટિવની (corona positive) સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેમાં આજદીન સુધીમાં કુલ 48000 સેમ્પલ લેવાયા છે જેમાં 1464 કેસ પોઝિટિવ આવેલા જે જે પૈકીના 1129 કેસ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે 262 કેસ હાલ એક્ટિવ છે. તો બીજી બાજુ 41 બીમાર વ્યક્તિઓને કોરોના (coronavirus) થતાં મોત થયા છે. જ્યારે 16ના ફક્ત કોરોનાના લીધે જ મોત થયા છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા આ જ આંકડાઓને હાલ ગણવામાં આવે છે. જો કે આમાં ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉલ્લેખ થતો નથી જેના લીધે આંકડાઓ રહી પણ જાય છે જેના લીધે કોરોનાના આંકડાઓ ઓછા બતાવી રહ્યા છે.

મોરબીમાં પ્રજાની સાથે સાથે પ્રજાના રક્ષક પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે જેમાં મોરબીના વધુ એક પીઆઈ અને ત્રણ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જેમાં એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયા કોરોનાથી સંક્રમિત થયા છે.

તો મોરબી બી ડીવીઝન પોલીસમથકમાં ફરજ બજાવતા કીર્તિરાજસિંહ બહાદુરસિંહ જાડેજા ,એ ડિવિઝનમાં ફરજ બજાવતાં હમીરભાઈ ગોહિલ અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વીનેશ ખરાડીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો બીજી બાજુ માળીયા મિયાણામાં ફરજ બજાવતાં જ્યપાલસિંહ ઝાલા સહિતના બે પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

આ પણ વાંચોઃ-Photos: અમદાવાદમાં Reality check, ચાની કીટલી, નાસ્તાના સ્ટોલ ઉપર coronaની SOPની ઐસી તૈસી

લોકોના સંપર્કમાં સૌથી વધુ પોલીસ આવે છે જેના લીધે સૌથી વધુ સંક્રમણ પણ પોલીસમાં ફેલાય છે. ત્યારે કોરોના હવે કોરોના વોરિયર્સ પર હાવી થઈ ચૂક્યો છે જે લોકોના જાન માલનું રક્ષણ કરે તે જ કોરોનાની ઝપેટમાં આવે એ ચિંતાનો વિષય છે.આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે?

એટલું જ નહીં થોડા દિવસ પૂર્વે જ લાલપર પીએચસી સેન્ટરના ડોકટર ડો.જગદીશ કેલાને કોરોના પોઝિટિવ આવતા વોક હાર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં ત્યારે કોરોના વોરિયર્સ કોરોના સામે બાથ ભીડી રહ્યા છે.

તો પ્રજાએ પણ આ કોરોના વોરિયર્સને સાથ આપવો જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ અને પોલીસને સાથ આપી નૈતિક ફરજ નિભાવવી જોઈએ જે સમાજ માટે પણ અત્યંત જરૂરી અને હીતાવહ છે.
Published by: ankit patel
First published: September 20, 2020, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading