Home /News /kutchh-saurastra /મોરબીઃ માળિયામાં 70 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનારને સાત વર્ષની કેદ

મોરબીઃ માળિયામાં 70 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનારને સાત વર્ષની કેદ

પ્રતિકાત્મક તસવીર

મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલેલા કેસમાં કોર્ટે આરોપીને 7 વર્ષની કેદની અને રૂ.7 હજારનો દંડ ફટકાર્યો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ મોરબીના માળીયામાં 70 વર્ષની વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં ચુકાદો આવી ગયો છે. જેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલેલા કેસમાં કોર્ટે આરોપીને 7 વર્ષની કેદની અને રૂ.7 હજારનો દંડ ફટકાર્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે તા.14 ઓક્ટોબર 2016ના રોજ માળિયામાં રહેતા 70 વર્ષીય મહિલા ઘરમાં એકલા હતા. તે સમયે 45 વર્ષીય જેન્તી મનજી બારોટ દારૂ પીને ત્યાં ધસી આવ્યો હતો. અને વૃદ્ધા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે વૃદ્ધાના પુત્રવધુએ માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

    આ કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે સરકારી વકીલ સંજય સી. દવેએ દલીલો કરતા કોર્ટ કલમ 376 અને 452ને ધ્યાને લઇને આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.10 હજારોનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Morbi, Saurashtra, આદેશ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन