મોરબી : દંપતીએ પાડોશીના બાળકનું કર્યુ અપહરણ, વતન MP લઇ જઇ પોલીસ સ્ટેશન બહાર છોડ્યું

News18 Gujarati
Updated: August 13, 2020, 8:56 AM IST
મોરબી : દંપતીએ પાડોશીના બાળકનું કર્યુ અપહરણ, વતન MP લઇ જઇ પોલીસ સ્ટેશન બહાર છોડ્યું
પ્રતિકાત્મક તસવીર

હાલ બાળક સહી સલામત રીતે બાળક પરિવાર પાસે છે.

  • Share this:
મોરબી : મોરબીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સારા સંબંધ ધરાવતા પાડોશી દંપતીએ પોતાની બાજુમાં જ રહેતા પરિવારનો દોઢ વર્ષનાં બાળકનું અપહરણ કરી લીધું. જોકે, હાલ બાળક સહી સલામત રીતે બાળક પરિવાર પાસે છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત 7મી તારીખનાં રોજ પીયુષ નામના દોઢ વર્ષનાં બાળકનું અપહરણ થયુ હતું. મોરબીના યોગી નગરમાં રહેતા મૂળ બિહારના અને સિરામિકની ફેક્ટરીમાં મજૂરી કામ કરતા જીતેન્દ્ર યાદવના પુત્ર પીયુષનું પડોશમાં રહેતા સંજય કન્હાઈ અને તેની પત્ની રેખા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પડોશમાં રહેતા હોવાથી જીત્નેદ્રભાઈના પરિવાર સાથે તેમનો સારો સંબંધ હતો. 7મી તારીખે સંજય અને રેખા ખરીદી કરવા જવાનું કહીને પીયુષને સાથે લઇને ફરાર થઇ ગયા હતા. સાંજ સુધી પરત નહિ આવતા પીયુષના પિતા જીતેન્દ્રભાઈ પોલીસ પાસે પહોંચી અને તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓને પકડવા પોલીસ એમપી તેમના ઘરે પહોંચ્યા હતા. પરિવાર સુધી પોલીસ પહોચી જતા પીયુષને લઇને ફરાર થઇ ગયેલ સંજય અને રેખા ડરી ગયા હતા. જેથી સંજયે એક ચિઠ્ઠી લખી અને પીયુષને ઇન્દોરના રાવ પોલીસ સ્ટેસન નજીક ચિઠ્ઠી સાથે છોડી દીધો હતો. પીયુષ હેમખેમ રાવ પોલીસ અને બાદમાં ત્યાં જ રહેલ મોરબી પોલીસના હાથમાં આવી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આરોપી સંજયને લાગ્યું કે, હવે પીયુષને સાથે રાખવો જોખમી છે માટે તેણે પીયુષની ભાળ આસાનીથી મળી જાય એવી ચિઠ્ઠી લખી. જેમાં લખ્યું કે, 'તેને સંતાન ન હોવાથી તેણે પીયુષનું અપહરણ કર્યું હતું પરંતુ હવે તેને અફસોસ છે અને એટલે જ એ પીયુસને છોડી રહ્યો છે.'

આ પણ વાંચો - Happy Janmashtami 2020: ભારે હર્ષોલ્લાસથી ભગવાન કૃષ્ણના જન્મને વધાવ્યો

આ પણ જુઓ - 
હવે પોલીસ આરોપી સંજય અને તેની પત્ની રેખાને શોધી રહી છે. તેઓ મળ્યા બાદ તેમને યોગ્ય સજા થાય તે અંગેની કાર્યવાહી થશે.

આ પણ વાંચો - બેંગલુરુ હિંસાઃ કર્ણાટક સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો, તોફાનોઓ પાસેથી થશે નુકસાનની ભરપાઈ
Published by: Kaushal Pancholi
First published: August 13, 2020, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading