અમદાવાદ: Corona પોઝિટિવ મહિલાને Dog સાથે વોર્ડમાં બંધ કરી ગાયબ થઈ ગયો કર્મચારી

News18 Gujarati
Updated: July 11, 2020, 10:41 PM IST
અમદાવાદ: Corona પોઝિટિવ મહિલાને Dog સાથે વોર્ડમાં બંધ કરી ગાયબ થઈ ગયો કર્મચારી
7 જુલાઈએ હોસ્પિટલનો કર્મચારી મહિલાને એક કૂતરા સાથે વોર્ડમાં બંધ કરી ત્યાંથી ઘરે જતો રહ્યો.

મહિલાએ જણાવ્યું કે, તેણે આખી રાત બૂમો પાડી પરંતુ કોઈએ તેનો અવાજ ન સાંભળ્યો. રાત્રે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા તો તેમણે મહિલાને વોર્ડમાં બંધ જોઈ

  • Share this:
અમદાવાદ : દેશમાં એક બાજુ જ્યાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ અલગ-અલગ હોસ્પિટલોમાં બેદરકારી એઅને લાપરવાહીની ઘટનાઓ પણ વારંવાર સામે આવી રહી છે. હોસ્પિટલ તંત્રની બેદરકારીનો વધુ એક મામલો મોરબીથી સામે આવ્યો છે. મોરબીના વાંકાનેરની એક હોસ્પિટલમાં કોરોના પોઝિટવ મહિલાને કોવિડ-19ના વોર્ડમાં રાખવામાં આવી હતી. હદ ત્યારે થઈ જ્યારે મહિલાને વોર્ડમાં બંધ કરી કર્મચારી બહારથી તાળુ મારી ઘરે જતો રહ્યો.

આ પૂરી ઘટનામાં મહત્વની અને હેરાન કરનારી વાત એ છે કે, વોર્ડમાં આ મહિલા સાથે એક શ્વાન પણ હતો. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ.

આ પણ વાંચોસુરત: પેરોલ પર છૂટી કાળુ બુટલેગરની સોપારી લઈ હત્યા કરનારો રાહુલ એપાર્ટમેન્ટ ફરી ઝડપાયો

તમને જણાવી દઈએ કે, મહિલાને 10 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 7 જુલાઈએ હોસ્પિટલનો કર્મચારી મહિલાને એક કૂતરા સાથે વોર્ડમાં બંધ કરી ત્યાંથી ઘરે જતો રહ્યો.

આ પૂરી ઘટના સામે આવ્યા બાદ હવે હોસ્પિટલ તંત્ર પણ કઈ બોલવા માટે તૈયાર નથી. મહિલાએ જણાવ્યું કે, તેણે આખી રાત બૂમો પાડી પરંતુ કોઈએ તેનો અવાજ ન સાંભળ્યો. રાત્રે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા તો તેમણે મહિલાને વોર્ડમાં બંધ જોઈ. ત્યારબાદ વોર્ડની બહારથી લોકએ મહિલાનો વીડિયો પણ બનાવ્યો.
Published by: kiran mehta
First published: July 11, 2020, 10:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading