મોરબીમાં સ્મૃતિ ઇરાનીની સભા વરરાજા વગરની જાન: હાર્દિક પટેલ


Updated: October 24, 2020, 3:29 PM IST
મોરબીમાં સ્મૃતિ ઇરાનીની સભા વરરાજા વગરની જાન: હાર્દિક પટેલ
હાર્દિક પટેલ.

શુક્રવારે સાંજે મોરબી (Morbi Bypoll)ના જેતપર ગામ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જંગી સભા યોજાઈ હતી. આ રેલીમાં હાર્દિક પટેલે (Hardik Patel) ભાજપ પર ધારદાર પ્રહાર કર્યાં હતાં. સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani)ને પણ જવાબ આપ્યો હતો.

  • Share this:
અતુલ જોશી, મોરબી: ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી (Gujarat Bypoll) માટે હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. તમામ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસના દિગ્ગજો પ્રચારમાં ઉતર્યાં છે. શુક્રવારે સાંજે મોરબી (Morbi Bypoll)ના જેતપર ગામ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જંગી સભા યોજાઈ હતી. આ રેલીમાં હાર્દિક પટેલે (Hardik Patel) ભાજપ પર ધારદાર પ્રહાર કર્યાં હતાં. સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani)ને પણ જવાબ આપ્યો હતો. મોરબી ખાતે ચૂંટણી પ્રચાર કરતી વખતે સ્મૃતિ ઇરાનીએ હાર્દિક પટેલને કૉંગ્રેસનો નોકરિયાત ગણાવ્યા હતા. હાર્દિકે પોતાની સભામાં સ્મૃતિ ઇરાનીને જવાબ આપ્યો હતો.

મોરબીમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કૉંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલને જીતાડવા ગામે ગામના પ્રશ્નો જાણવા અને તાગ મેળવવા છેલ્લા પાંચ દિવસથી પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારે સાંજે હાર્દિક પટેલે મોરબી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો અને ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જાણ્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામમાં કૉંગ્રેસને જબરું સમર્થન મળ્યું હોવાનું જોવા મળ્યું હતું. ગામ ખાતે હાર્દિક પટેલને સાંભળવા બે હજારથી વધુ જનમેદની ઉમટી પડી હતી. હાર્દિક પટેલે સભાને સંબોધી ભાજપ અને સ્મૃતિ ઈરાની પર ધારદાર પ્રહારો કર્યાં હતાં. એટલું જ નહીં ભાજપ દ્વારા ફક્ત વાયદાઓ જ કર્યા હોવાના આક્ષેપો કરી સ્મૃતિ ઈરાનીની સભાને વરરાજા વગરની જાન ગણાવી હતી.આ પણ વાંચો: છેડતીનો વિરોધ કરવા પર ત્રણ બદમાશોએ ઘરમાં ઘૂસીને વિદ્યાર્થિનીને ગોળી મારી દીધી

ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઇરાનીની મોરબી ખાતેની સભાાં ખુદ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જ ગેરહાજર હતા. જે બાદમાં અને તર્ક-વિતર્ક સર્જાયા હતા. આ સભામાં સ્મૃતિ ઇરાનીએ હાર્દિક પટેલને કૉંગ્રેસના નોકરિયાત ગણાવ્યા હતા. સ્મૃતિ ઈરાનીને જવાબ આપતા હાર્દિકે જણાવ્યું હતું કે, "કૉંગ્રેસ પાર્ટી સારી છે. નોકરીએ તો રાખે છે. ભાજપની જેમ ગદ્દારોને સ્થાન નથી આપતી."

આ પણ જુઓ-

હાર્દિકે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, 2015માં હતા એવાને એવા રસ્તા છે. આ સાથે જ હાર્દિકે જયંતિ પટેલને 25 હજારની લીડથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. ભાજપની સભામાં ભાજપના કાર્યકરોના ખિસ્સા કપાઈ ગયા હોવાની વાત કરતા હાર્દિકે રમૂજ કરી હતી કે, ભાજપના લોકો આખા દેશના ખિસ્સા કાતરી ગયા છે, ત્યારે ખિસ્સા કાતરુંનો શું વાક છે? જેતપુર ખાતે મંદિર દર્શન કરીને હાર્દિક પટેલ પ્રચાર માટે લીંબડી જવા રવાના થયા હતા.
Published by: Vinod Zankhaliya
First published: October 24, 2020, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading