અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં (Morbi news) છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર (Corruption) વધી રહ્યો છે તેમા પણ ખાસ કરી રેવન્યુ વિભાગમાં (Revenue Department) અધિકારીઓ કરતા તલાટી (talati) મંત્રીઓ અને નાયબ મામલતદાર, મામલતદાર અને કલાર્ક દ્વારા મજા આવે તેવા ભાવ કરી ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે અને જો અરજદાર આ રકમની ના પાડે તો તેને ટલ્લે ચડાવે છે અને ધક્કામાંને ધક્કામાં અરજદાર કંટાળીને તેં ભૂલી જાય છે .
જેમાં આજે સમી સાંજે મોરબી પ્રાંત અધિકારી ડી એન ઝાલાની ઓફિસના (Morbi Province Officer DN Jhala's Office) ક્લાર્ક નિર્મળ ખુંગલા (Clark Nirmal Khungla) 75 હજારની લાંચ લેતા રંગેહાથ અમદાવાદ એસીબી ટીમના (Ahmedabad ACB team) હાથે ચડી ગયા છે. આ બનાવમાં અરજદાર દ્વારા ફડસર ગામ નજીક રસ્તો ખુલ્લો કરવા અરજી કરી હતી. જેમાં ક્લાર્ક નિર્મળ ખુંગલા દ્વારા અરજદાર પાસે 75000 રૂપિયાની લાંચ માંગી હતી.
આ બાદ અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કરતા એસીબી ટીમે છટકું ગોઠવી આરોપી નિર્મળ ખૂંગલાને લાંચની 75000 રકમ સાથે રંગે હાથ પકડી પાડ્યો હતો જો કે મોરબીમાં આગાઉ પણ સર્કલ અને તલાટી કમ મંત્રી સામન્ય બાબતમાં લાંચ લેતા એસીબીના ઝપટે ચડી ગયા છે.
ત્યારે આ એસીબીના સપાટા થી રેવન્યુ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે હાલ અમદાવાદ એસીબી ટીમે આરોપીને અને લાંચની રકમ સાથે મોરબી એસીબી ઓફિસ ખાતે લઈ જઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં આરોપી કલાર્ક ના ઘરની અને બેન્ક એકાઉન્ટની ઝડતી પણ એસીબી ટિમ દ્વારા લેવામાં આવનાર હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમદાવાદ એસીબીની ટીમે વલસાડમાં સપાટો બોલાવી વલસાડ સીટી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ વતી લાંચ લેતા વચેટિયા વકીલને ઝડપી પાડયો હતો.. દારૂના એક કેસમાં મહિલા પીએસઆઇએ સેલવાસના એક બાર માલિકનાને હેરાન નહીં કરવા અને મેટરની પતાવટ કરવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માગી હતી.