ન્યૂઝ 18 ગુજરાતી : ચોટીલાનાં ચોબારી ગામનાં 21 વર્ષનાં યુવકે તેના ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું છે. આ આપઘાત કરતા પહેલા તેણે વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. જેમાં તે બોલી રહ્યો છે કે તેને એક યુવતીએ ફસાવ્યો છે અને તેના કારણે જ ઝેરી દવા પી રહ્યો છે. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી સાથે હતો પ્રેમ સંબંધ
આ મામલે મળતી માહિતી પ્રમાણે મોરબી સીરામીકસ કારખાનામાં કામ કરતો સંજય જીવાભાઇ સોલંકી તેના ઘરે આવી સુતો હતો. તેના મોઢામાંથી ઝેરી દવાની વાસ આવતા પરિવાર તેને દવાખાને લઈ ગયો હતો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મહત્વું છે કે મૃતકને બે વર્ષ પહેલા મોરબી કારખાનામાં તેની સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ સબંધ હતાં. યુવકે ઘરમાં વાત કરી હતી કે તે યુવતી અને અન્ય માણસ તેને ધમકાવતા અને ડરાવતા હતાં. આ અંગેનાં યુવતીનાં વીડિયો પણ મૃતકનાં મોબાઇલમાં મળી આવ્યાં હતાં.
શનિવારના સવારે મોટી સંખ્યામાં યુવકનાં પરિવાર અને સમાજનાં લોકો ચોટીલાનાં બામણબોર પોલીસ સ્ટેશનની વહીવટી કચેરીએ ગયા હતાં. મૃતકનાં ભાઇ મહેશભાઇ સોલંકીની આ અંગેની ફરિયાદ નોંધી હતી. જે બાદ પોલીસે સોનલ લક્ષ્મણભાઇ ચાવડા રે. રામપરા તા. મૂળી અને એક અજાણ્યા શખ્સ સામે બદનામ કરી જાન થી મારી નાખવાની ધમકી સાથે માનસિક ત્રાસ આપી મરવા માટે દુષ્પ્રેરણા આપી મજબુર કરવાનો ગુનો નોંધ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર