Home /News /kutchh-saurastra /

મોરબીમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, પોલીસે 'દેવ'દૂત બની બાળકને છોડાવ્યો

મોરબીમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, પોલીસે 'દેવ'દૂત બની બાળકને છોડાવ્યો

અહીં સિરામિકના ઉદ્યોગપતિના પુત્રનું વહેલી સવારે અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. જોકે, પોલીસે ત્વરિત કાર્યવારી કરતા બાળકનો છૂટકારો થયો હતો અને બંને અપહરણકારોની ધરપકડ કરી લેવામાં આવી છે.

અહીં સિરામિકના ઉદ્યોગપતિના પુત્રનું વહેલી સવારે અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. જોકે, પોલીસે ત્વરિત કાર્યવારી કરતા બાળકનો છૂટકારો થયો હતો અને બંને અપહરણકારોની ધરપકડ કરી લેવામાં આવી છે.

મોરબીઃ અહીં સિરામિકના ઉદ્યોગપતિના પુત્રનું વહેલી સવારે અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. જોકે, પોલીસે ત્વરિત કાર્યવારી કરતા બાળકનો છૂટકારો થયો હતો અને બંને અપહરણકારોની ધરપકડ કરી લેવામાં આવી છે.

બનાવની વિગત જોઈએ તો આજે(સોમવારે) વહેલી સવારે 7.22 કલાકે ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. સવારે 'દેવ' તેની બહેન અને માતા સાથે ગેટ પર હતો. માતાએ પુત્રને તેડી રાખ્યો હતો. આ જ સમયે બે બાઈકસવાર તેની ઘર પાસે આવ્યા હતા.

સરનામું પૂછવાના બહાને અપહરણ



બાઈક સવારમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને ઘરના ગેટ પાસે આવે છે અને બાળકની માતાને સરનામું પૂછે છે. માતા બાળકને નીચે મૂકીને કોઈ કામથી ઘર તરફ જાય છે. આ જ સમયે મોકો જોઈને અપહરણકાર બાળકની નાની બહેનને ધક્કો મારીને તેનું અપહરણ કરીને ત્યાંથી ભાગી જાય છે. બાળકની માતા અપહરણકારોનો પીછો કરવા માટે તેની પાછળ પણ દોડે છે.

બાળકના અપહરણના સમાચાર મળતા જ મોરબી પોલીસે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી હતી અને ગણતરીની કલાકોમાં જ અપહરણકારોને ઝટપી પાડ્યા હતા. બાળકનો છૂટકારો થતાં પોલીસની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

First published:

Tags: Morbi

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन