મોરબીમાં CM રૂપાણીએ 63 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું

News18 Gujarati
Updated: May 25, 2018, 11:39 PM IST
મોરબીમાં CM રૂપાણીએ 63 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું

  • Share this:
મોરબીના બગથળામાં સીએમ રૂપાણીએ તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે 66 કેવી સબસ્ટેશન લોકાર્પણ, અને પૂર સંરક્ષણ, દિવાલના ખાતમુહુર્ત સહિત કુ 63 કરોડથી વધુના વિકાસકામોનુ લોકાર્પણ કર્યુ હતુ. તો આ તકે સીએમ રૂપાણીએ વિરોધીઓને આડે હાથ લઈને તેમના ભ્રષ્ટાચાર યાદ કરાવ્યા હતા. તો રાજ્ય સરકારના જળસંચય અભિયાનને બિરદાવી સૌરાષ્ટ્રની પાણીની તંગી ભૂતકાળ બની જશે તેમ સીએમએ જણાવ્યુ હતુ. આ તકે સીએમને નીતિન પટેલ વિશે પૂછાતા તેમણે જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.

સીએમ રૂપાણીએ બગથળા પહોંચીને તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમ દરમિયાન ૬૬ કેવી સબ સ્ટેશન લોકાપર્ણ, પુર સંરક્ષણ દીવાલનું ખાતમુર્હત, તેમજ અન્ય મળીને કુલ ૬૩ કરોડથી વધુના વિકાસકામોના લોકાપર્ણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. બગથળા ગામે મુખ્યમંત્રી રુપાણીએ વિરોધીઓને આડેહાથ લઈને તેમના ભ્રષ્ટાચાર યાદ કરાવ્યા હતા તો રાજ્ય સરકારના જળ સંચય અભિયાનને બિરદાવી સૌરાષ્ટ્રમાં પાણીની તંગી ભૂતકાળ બની જશે તેમ જણાવ્યું હતું. તો કાર્યક્રમના અંતે પત્રકારોએ નીતિન પટેલના રાજીનામાની સોશ્યલ મીડિયામાં ચાલતી અટકળો વિષે સવાલ પૂછતાં જવાબ આપવાને બદલે મુખ્યમંત્રીએ ચાલતી પકડી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, મોરબીમાં જળ અભિયાન કાર્યક્રમ અંતર્ગત આવાનું થયું છે ૨૦૦ વધુ કામો મોરબીના વહીવટી તંત્ર, એનજીઓ, ચુટાયેલા લોકો અને જનતા જનાર્ધનના સહકાર થી ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે ખાસ ત્રણનદીઓની સફાઈ એટલે ત્રણ નદી પુનઃ જીવિત એ માટેનું કામ પણ અહિયાં થઈ રહ્યું છે, અને આખા ગુજરાતમાં જે લક્ષ્યાંક સરકારે નક્કી કર્યો હતો ૧૧ હજાર લાખ ધન ફૂટ વધુ પાણીનો સંગ્રહ અને ૫૫૦૦ કિલોમીટરણી પાઈપ લાઈન સાફાઈનું કામ સરકારે વ્યાપક સ્વરૂપે ઉપાડ્યું છે લગભગ ૩૧ તારીખે બધા કામ પુરા થઇ જશે.
First published: May 25, 2018, 11:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading