મોરબી : બૅંક ઑફ બરોડામાં હથિયારની અણીએ લાખો રૂપિયાની લૂંટ, સમગ્ર જિલ્લામાં નાકાબંધી

પોલીસે તપાસ શરૂ કરી.

પાંચ જેટલા શખ્સો બૅંકના કેશિયર પાસેથી ત્રણથી ચાર લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા, આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા.

 • Share this:
  મોરબી : મોરબીમાં બૅંકમાં લૂંટનો બનાવ બનતા સનસનાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે પાંચ જેટલા અજાણ્યા શખ્સો બપોરે ત્રણ વાગ્યે બૅંકમાં ધસી આવ્યા હતા અને  હથિયારની અણીએ ત્રણથી ચાર લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટ કરીને ભાગેલા આરોપીઓ બૅંક બહાર લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે.

  લૂંટના બનાવ બાદ મોરબી બી ડિવિઝન એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામ આરોપીઓ બૅંકના કેશિયર પાસેથી રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. લૂંટના બનાવ બાદ સમગ્ર જિલ્લામાં પોલીસ તરફથી નાકાબંધી કરી લેવામાં આવી છે.

  આરોપીઓ સીસીટીવીમાં કેદ.


  એવી પણ માહિતી મળી છે કે લૂંટારુઓ બૅંકમાં તહેનાત સુરક્ષાગાર્ડનું હથિયાર પણ સાથે લઈ ગયા છે. ભરબપોરે બૅંકમાં લૂંટ ચલાવવામાં આવ્યાની ધટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ખબરને પગલે લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા.

  બૅંક ઓફ બરોડામાં લૂંટ.


  પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બૅંકની અંદર તપાસ ચલાવી છે. પોલીસ તરફથી બૅંકના અધિકારીઓ અને કેશિયરના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જે બૅંકમાં લૂંટ ચલાવવામાં આવી છે તે મહેન્દ્રનગર ખાતે આવેલી છે. આરોપીઓ લૂંટ ચલાવીને સ્વિફ્ટ કારમાં પલાયન થઈ ગયા હતા.

  Published by:Vinod Zankhaliya
  First published: