મોરબી આવતા જાનૈયાઓને હળવદ નજીક નડ્યો અકસ્માત, 8 વ્યક્તિને ઈજા

ટાયર ફાટતા કાર પલટી ગઈ, ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા.

ઈકો કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ, ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા.

 • Share this:
  અતુલ જોશી, મોરબી: આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામેથી જાનૈયાઓ મોરબી જઈ રહ્યા હત. આ દરમિયાન હળવદ (Halvad) તાલુકાના શક્તિનગર નજીક હાઈવે પર ઈકો કાર (Eco Car)ના પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર આઠ જેટલા જાનૈયાઓને નાની-મોટી ઈજા થતાં તેઓને સારવાર માટે હૉસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ અકસ્માત (Road Accident)ની સંખ્યા વધી રહી છે. દરરોજ બનતા અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. સદનસિબે આ અકસ્માતના કોઈ જાનહાની થઈ ન હતી.

  બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કુડા (નિમકનગર) ગામે રહેતા હસનભાઈ ઈબ્રાહીમભાઈ, સબીરભાઈ અબ્દુલભાઈ, અકબરભાઈ રાણાભાઈ, હસનભાઈ મોહમદભાઈ સહિતના નિમકનગરથી વરરાજાને પરણાવવા મોરબી જઈ રહ્યા હતા. આ દરમિયાન હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે અરસામાં અમદાવાદ-કચ્છ હાઈવે પર ઈકો કારનું પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.  આ પણ વાંચો: ડાંગ: ડુંગર દેવની પૂજાની અનોખી પરંપરા, અગ્નિ દેવનો વારો આવતા જ વ્યક્તિ બળતા લાકડા ખાય છે!

  અકસ્માતમાં ચારેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જ્યારે ચાર-પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ 108ની ટીમને બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હૉસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. ફરજના તબીબો ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી છે.

  રવિવારે માલપુર ખાતે થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત

  આવા જ એક અકસ્માતમાં રવિવારે લુણાવાડાથી માલપુર જતી વખતે ચોરીવાડ ચાર રસ્તા પાસે એક મારુતી કારનું ટાયર ફાટ્યું હતું. જે બાદમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. આ બનાવમાં કારમાં સવાર બે યુવાઓના મોત થયા હતા. એટલું જ નહીં ટાયર ફાટ્યા બાદ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. જે બાદમાં કારના બે ટુકડા થઈ ગયા હતા. જેમાંથી એક ટુકડાએ રોડની બીજી બાજુથી આવી રહેલી એક કારને અડફેટે લીધી હતી. આ બનાવમાં બીજી કારમાં સવાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: