Home /News /kutchh-saurastra /Exclusive: 1979માં થયેલી ‘મચ્છુ જળ હોનારત’ અને પૂલ તૂટવા વચ્ચે સામ્યતા, જાણો શું ખામી રહી ગઈ

Exclusive: 1979માં થયેલી ‘મચ્છુ જળ હોનારત’ અને પૂલ તૂટવા વચ્ચે સામ્યતા, જાણો શું ખામી રહી ગઈ

મોરબીની મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ. (ફાઈલ તસ્વીર)

મોરબીની મચ્છુ નદી પર બેસતા વર્ષના દિવસે જ ઉદ્ઘાટન કરવામાં આવેલો પૂલ તૂટી જતા હાલ લગભગ 400-500 લોકો ફસાયા છે. જ્યારે ઘણા લોકોન મૃત્યુ થયા છે. જોકે હજી મૃતકની સંખ્યા અંગેની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ દુર્ઘટનાના પરિણામે આજે ફરી એક વખત લોકોના મોઢે લગભગ ચાર દાયકા કરતા વધુ સમય પછી મચ્છુ નદીની ચર્ચામાં આવી છે. અગાઉ 11 ઓગસ્ટ 1979ના રોજ બનેલી દુર્ઘટનામાં લગભગ 25,000 લોકોના મૃત્યુ થયા હતા. જોકે અગાઉ બનેલી દુર્ઘટના અને આજે બનેલી દુર્ઘટનામાં સામ્યતા એ છે કે અગાઉ જે દુર્ઘટના બની હતી, તે માટે પણ બંધનું નબળું બાંધકામ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ પાછળથી થયો હતો.

વધુ જુઓ ...
અમદાવાદઃ મોરબીની મચ્છુ નદી પર બેસતા વર્ષના દિવસે જ ઉદ્ઘાટન કરવામાં આવેલો પૂલ તૂટી જતા હાલ લગભગ 400-500 લોકો ફસાયા છે. જ્યારે ઘણા લોકોન મૃત્યુ થયા છે. જોકે હજી મૃતકની સંખ્યા અંગેની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ દુર્ઘટનાના પરિણામે આજે ફરી એક વખત લોકોના મોઢે લગભગ ચાર દાયકા કરતા વધુ સમય પછી મચ્છુ નદીની ચર્ચામાં આવી છે. અગાઉ 11 ઓગસ્ટ 1979ના રોજ બનેલી દુર્ઘટનામાં લગભગ 25,000 લોકોના મૃત્યુ થયા હતા. જોકે અગાઉ બનેલી દુર્ઘટના અને આજે બનેલી દુર્ઘટનામાં સામ્યતા એ છે કે અગાઉ જે દુર્ઘટના બની હતી, તે માટે પણ બંધનું નબળું બાંધકામ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ પાછળથી થયો હતો.

સરકારે દુર્ઘટનાને પહેલા કુદરતી આફતમાં ખપાવી હતી

જોકે જે તે સમયની સરકારે આ દુર્ઘટનાને કુદરતી હોનારતમાં ખપાવી દીધી હતી. નો વન હેડ અ ટંગ ટુ સ્પિક (No One Had a Tongue to Speak)નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામની ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.

મચ્છુ બંધ હોનારતમાં લગભગ 25000 લોકોએ જીવ ગુમાવ્યો હતો

મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાં સર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતા રાજકોટ જિલ્લાના મોરબી જિલ્લામાં મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું. વિવિધ અંદાજો અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા. અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી. નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Morbi Hanging Bridge: મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 50થી વધુના મોત થયાની આશંકા

ઝૂલતા પુલનો ઇતિહાસ શું છે?

ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.


બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો

મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.
First published:

Tags: Accident News, Live Accident video, Morbi bridge collapse, Tragedy

विज्ञापन