સૌરાષ્ટ્ર Unlock થતા બૂટલેગરો બેફામ, મોરબી પોલીસે 119 પેટી, માળીયા મિયાણા પોલીસે 638 નંગ દારૂ ઝડપ્યો

સૌરાષ્ટ્ર Unlock થતા બૂટલેગરો બેફામ, મોરબી પોલીસે 119 પેટી, માળીયા મિયાણા પોલીસે 638 નંગ દારૂ ઝડપ્યો
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી દારૂ ઝડપાઈ રહ્યો છે. પોલીસનો સપાટો

મોરબી જિલ્લામાં ગેરકાયેદસર વેચાતો દારૂ ઝડપાવાનો સિલિસિલો યથાવત, પોલીસના દરોડામાં દારૂ સાથે આરોપીઓ ઝડપાયા

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમે જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો જેમાં માળીયા મિયાણા ના મોટા દહીંસરા ગામે રહેતાં અજયસિંહ ભાવુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભા દ્વારા વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની ખાનગી બાતમી મળતા એલસીબી પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરતા ત્યાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 119 પેટી મળી આવી હતી. ગઈકાલે મોરબી પંથકમાંથી કૂખ્યાત બૂટલેગર ફિરિયા સંધીને પોલીસે વાકાનેર પંથકમાંથી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો ત્યારે વધુ દારૂ ઝડપાવાનો સિલિસિલો યથાવત રહ્યો છે. મોરબી એલસીબી અને માળીયા મિયાણા પોલીસના જુદા જુદા બે દોરાડા માં વિદેશી દારૂનો જથ્થા સાથે આરોપી ઝડપી પાડ્યા છે.

  મોરબી : મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂની 119 પેટી દારૂ કિંમત રૂપિયા જથ્થા સાથે 4,39,980 રૂપિયા ના મુદામાલ સાથે અજયસિંહ ભાવુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભા નામના બે આરોપીઓની ધરપકડ કરી Covid 19ના ટેસ્ટ કરાવવા કવાયત હાથ ધરી હતી.  આ પણ વાંચો :  ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે જાહેર થશે, જાણો તમામ વિગતો

  જો કે એલસીબી ટીમે બન્ને આરોપીઓ નો થોડા દિવસ પૂર્વે પણ મોટો દારૂનો જથ્થો પકડાયો હતો પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  માળીયા મિયાણા : માળીયા મિયાણા પીએસઆઈ આર બી ટાપરિયા ની ટીમ દ્વારા બીજી રેડ પણ આ જ ગામમાં કરવામાં આવી હતી. જેમાં મોડી રાત્રીના થયેલ આ રેડમાં દહીંસરા ગામે જલ્પેશ વિનોદભાઈ ખાખીના ઘરેથી કિંમત રૂપિયા 67,220ની 638 નંગ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. જેમાં પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી આગળની તપાસ માળીયા મિયાણા પીએસઆઈ આર બી ટાપરિયા ચલાવી રહ્યા છે.

  આ પણ વાંચો :   અમદાવાદ : માત્ર 2.5 ઇંચ વરસાદમાં AMCનો પ્રિમોનસૂન પ્લાન 'ભૂવા' ભેગો, ઠેરઠેર વાહનો અટવાયા
  Published by:News18 Gujarati
  First published:June 14, 2020, 13:39 pm