રાજકોટ રેન્જ IG સંદીપસિંઘના નામે ફૅક ફેસબુક એકાઉન્ટ બનાવી હેકર્સે તેમના મિત્રો પાસેથી માંગ્યા રૂપિયા!

સંદીપસિંહ.

Rajkot rang IG Sandeep Singh: રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘના નામનું ડમી ફેસબુક એકાઉન્ટ કોઈ ઈસમોએ બનાવી દેતા પોલીસ દોડતી થઈ હતી.

 • Share this:
  અતુલ જોશી, મોરબી: રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંઘ (Rajkot rang IG Sandeep Singh)ના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ (Bogus FB acccount) બનાવવાામં આવ્યું છે. રેન્જ આઈજી સંદીપસિંઘે પોતે જ ડમી ફેસબુક એકાઉન્ટ બન્યાની જાણ લોકોને કરી છે. સાથે જ તેમણે કહ્યુ છે કે, મારા નામે કોઈ મેસેજ આવે તો જવાબ ન આપવો અને રિકવેસ્ટ (Friend request) પણ ન સ્વીકારવી. કોઈ અજાણ્યા લોકો તરફથી તેમના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમના મિત્રો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

  સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગ છે એટલો જ દુરુપયોગ થાય છે. અનેક વખત સામાન્યથી લઈને તમામ કક્ષાના લોકો સોશિયલ મીડિયાને લઈને સાઇબર ક્રાઇમનો પણ ભોગ બનતા હોય છે. હવે રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘના નામનું ડમી ફેસબુક એકાઉન્ટ કોઈ ઈસમોએ બનાવી દેતા પોલીસ દોડતી થઈ હતી. હેકર્સે ડમી એકાઉન્ટ ઉભું કર્યા બાદ આઈપીએસ સંદીપસિંઘના તમામ લાગતા વળગતા લોકોને મેસેજ કરી રૂપિયાની માંગણી કરી હતી.  આ અંગેની જાણ રેન્જ આઈજી સંદીપસિંઘને થતા જ તેઓએ પોતાના ઓર્થોરાઈઝડ એકાઉન્ટ પરથી સૂચના આપી લોકોને તેમની ઓળખ આપી કોઈ મેસેજ કે રિકવેસ્ટ આવે તો તેનો જવાબ ન આપવા અપીલ કરી હતી. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘનું ફેસબુક એકાઉન્ટ હેક થતાંની સાથે જ સાઇબર સેલ, ટેક્નિકલ સેલ સહિતની ટીમો કામે લાગી હેકર્સના આઇપી નંબર સહિતની તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો: 2020ના વર્ષના સૌથી ખરાબ 20 પાસવર્ડ: શું તમારો પાસવર્ડ તો આ યાદીમાં નથી ને? 

  સાથે જ રેન્જ આઈજી સંદીપસિંઘે પણ તેમના તમામ મિત્રોને પોતાના નામ વાળું બીજું ડમી એકાઉન્ટ બન્યાની જાણકારી આપી હતી. બાદમાં સાઇબર અને ટેક્નિકલ ટીમ તેમજ ફેસબુકમાં રિપોર્ટ કરતા ફેસબુક દ્વારા આ બનાવની ગંભીર નોંધ લઈને એકાઉન્ટ બંધ કરી દીધું હતું.

  પૈસાની મદદ માંગી:

  રેન્જ આઈજીના નામે બોગસ આઈડી બન્યા બાદ તેના પરથી તેમના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવવા લાગી હતી. મિત્રો રિક્વેસ્ટ સ્વીકારે ત્યારે તે બાદમાં તેમની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવથી હતી. લોકો એવું માનીને રિક્વેસ્ટ સ્વીકારી રહ્યા હતા કે કદાચ રેન્જ આઈજીએ નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આવો જ કિસ્સો મોરબીના ભાજપના આગેવાન સાથે પણ બન્યો હતો. મોરબી ચીફ ઓફિસર ગિરીશ સરૈયા પણ સાઇબર ક્રાઇમનો ભોગ બનવામાંથી બાકાત નથી રહ્યાં.
  Published by:Vinod Zankhaliya
  First published: