Home /News /kutchh-saurastra /

ભાજપના કાર્યકરે હળવદનાં PI પર ચઢાવી દીધી કાર, કચડીને હત્યાના પ્રયાસનો આક્ષેપ

ભાજપના કાર્યકરે હળવદનાં PI પર ચઢાવી દીધી કાર, કચડીને હત્યાના પ્રયાસનો આક્ષેપ

હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંભલા પર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ અશોકસિંહ જાડેજા વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધ્યો.

હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંભલા પર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ અશોકસિંહ જાડેજા વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધ્યો.

  અતુલ જોશી, હળવદ : મોરબીમાં હાલ પોલીસ ચોવીસ કલાક મહામારી સામે લડવા માટે કોરોના યોદ્ધા બની કામગીરી કરી રહી છે. ત્યારે લૉકડાઉનનું ભાજપના આગેવાનો દ્વારા જ ઉલ્લઘન કરતા હોય તેવા દ્રશ્યો હળવદમાં જોવા મળી રહ્યા છે. ભાજપના આગેવાનો સિવાય તમામને લૉકડાઉનના નિયમો લાગુ પડતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ગતરાત્રીના હળવદના કડીયાના રહેવાસી અને ભાજપના આગેવાન અશોકસિંહ જાડેજા સરા ચોકડી નજીક પોતાની સફેદ કલરની કાર લઈને આવ્યા હતા અને ફરજ પરના પીઆઈ સંદીપ ખાંભલા સાથે અણછાજતુ વર્તન કરી અને પીઆઈ ખાંભલાને ધક્કો મારી તેના પર ગાડી ચઢાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસૂચકતા વાપરી પીઆઈ ખસી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સરા ચોકડી પર ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાંદિપ ખાંભલા પર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ અશોકસિંહ જાડેજા વિરુદ્ધ ભારે કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.  આ બનાવનું મૂળ એક માસ પૂર્વે થયેલી માથાકૂટ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં હળવદમાં લોકડાઉનનું પાલન કરાવતા પોલીસ કાફલાએ હિતેશ નામના ભાજપના કાર્યકરને રોક્યો હતો. જેમાં કારણ યોગ્ય ન જણાતાં પોલીસે તેના વિરુદ્ધ લોકડાઉન ભંગનો ગુનો નોંધ્યો હતો. જેમાં આ સમયે ભાજપના આગેવાનોએ હળવદ પોલીસ મથકે જઈને પીઆઈ સંદીપ ખાંભલા સાથે ગેરવર્તણૂક કરીને માથાકુટ થઇ હતી. જેના વિડીયો પણ વાયરલ થયા હતા. આ સમયે પણ હળવદ પીઆઈ બધી વાતોને ભૂલીને પોતાની ફરજને વળગી રહ્યા હતા. જોકે, આ જ માથાકુટનુ મનદુખ રાખી હળવદના ભાજપના નેતાએ જ પીઆઈ સંદીપ ખાંભલાને ચાલુ ફરજે બિભત્સ ગાળો ભાંડી કાર ચઢાવી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ધમકી આપતા જણાવ્યું હતું કે, હવે હું જોવુ છું હળવદ પોલીસ સ્ટેશનમા તમે કેમ નોકરી કરો છો. બાદમાં પીઆઈને ધક્કો મારી નીચે પછાડીને કાર ઉપર ચઢાવીને નાસી છૂટ્યો હતો. સદનસીબે પીઆઈ સાંદિપ ખાંભલાનો બચાવ થયો હતો બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો હળવદ દોડી ગયો હતો

  આરોપી અશોકસિંહ જાડેજા નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે. અશોકસિંહ ભાજપનાં મોટા માથાઓ સાથે સારા સંપર્ક હોવાની વાતોથી તમામ લોકોને ડરાવતા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે હળવદમાં અગાઉ પણ રાજકીય ઈશારે અનેક કર્તવ્ય નિષ્ઠ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે અને આજે ફરી એ વાતનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. જો આ સમયે પીઆઈ સંદીપ ખાંભલાએ પોતાના સ્વમાન અને ખાખીના સ્વમાન માટે મગરમચ્છ સામે બાથ ભરી છે. હવે શું ખાખી નેં આ જ રીતે અપમાનિત થવું પડશે?

  આ પણ વાંચો - અમદાવાદમાં બે દિવસ બાદ જરૂરી ચીજવસ્તુઓની કરી શકશો ખરીદી, છૂટછાટની સંપૂર્ણ માહિતી

  હળવદ ભાજપનો ગઢ ગણવામાં આવે છે અને ભાજપમાં ગઢમાં પોલીસ જ ભાજપના આગેવાનથી અસુરક્ષિત છે તો સામાન્ય પ્રજા સુરક્ષા માટે શું આશા રાખે એ મોટો સવાલ છે. હાલ તો આ મુદ્દો પીઆઈ સંદીપ ખાંભલાનો નથી રહ્યો પરંતુ ખાખી પર સ્વમાનનો બની ગયો છે.

  આ પણ જુઓ- 

   
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Halvad, Morbi, ગુજરાત, ગુનો, ભાજપ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन