કોંગ્રેસ શાસિત મોરબી પાલિકામાં ‘વિકાસ’ ન થતા ભાજપનાં આગેવાનોએ તાળા માર્યાં

News18 Gujarati
Updated: September 9, 2019, 2:59 PM IST
કોંગ્રેસ શાસિત મોરબી પાલિકામાં ‘વિકાસ’ ન થતા ભાજપનાં આગેવાનોએ તાળા માર્યાં
નગરપાલિકાને તાળા માર્યાં.

મોરબી શહેરની જનતાને પ્રાથમિક અને આવશ્યક સેવા સુવિધા આપવામાં મોરબી નગરપાલિકાના કોંગ્રેસના શાસકો તદ્દન નિષ્ફળ નીવડ્યા હોવાનું જણાવાયું હતું.

  • Share this:
અતુલ જોષી, મોરબી: મોરબીમાં (Morbi) વિવિધ સમસ્યાનો નિવેડો ન આવતા ભાજપ દ્વારા નગરપાલિકા કચેરી (Municipality)ની તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે મોરબી માળિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા (Kanti Amrutiya) અને મોરબી ભાજપ (BJP) આગેવાનોની હાજરીમાં નગરપાલિકાની આજે તાળાબંધી કરવામાં આવી. આ સમયે પોલીસ અને ભાજપ આગેવાનો વચ્ચે ઝપાઝપી થઈ જતા મામલો ગરમાયો હતો

મોરબીમાં બે દિવસ પૂર્વે ભાજપના માજી ધારાસભ્ય (Former MLA) કાંતિલાલ અમૃતિયા અને પ્રમુખ લાખાભાઈ જારીયાની ઉપસ્થિતિમાં મોરબી શહેર ભાજપના હોદ્દેદારો તથા મોરબી નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરોની એક મિટિંગનું આયોજન ઉમા ટાઉનશીપ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં કથળતા આરોગ્ય, રોડ-રસ્તાની ખરાબ હાલત, સ્વચ્છતાનો અભાવ અને ઠેર ઠેર ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો ન આવતા સોમવારે રેલી-સરઘસ રૂપે પાલિકા કચેરીએ જઈ કચેરીને તાળાબંધી કરવાની જાહેરાત કરાઇ હતી.

મોરબી શહેરની જનતાને પ્રાથમિક અને આવશ્યક સેવા સુવિધા આપવામાં મોરબી નગરપાલિકાના કોંગ્રેસના શાસકો તદ્દન નિષ્ફળ નીવડ્યા હોવાનું જણાવાયું હતું.

ભાજપના આ કાર્યક્રમની જાહેરાતની સામે બે દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા પણ ખાનગી મિંટિગ યોજાઈ હતી. જેમાં આ કાર્યક્રમ ન થવા દેવા શુ કરવું અને શું ન કરવું તેંની ચર્ચા થઈ હતી. સોમવારે મોરબીના ભાજપના આગેવાનો ,હોદેદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઢોલ-ત્રાંસા સાથે મોરબી નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પહેલેથી જ રાખી દેવામાં આવ્યો હતો.

પરંતુ, ભાજપ આગેવનોને ગેઇટ પરજ પોલીસ દ્વારા રોકવામાં આવતા ભાજપ આગેવાનો દ્વારા પોલીસ કોંગ્રેસ કરે છે ત્યારે કેમ કહી નથી બોલતી ? તેવું કહી પોલીસ અને ભાજપ આગેવનો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મામલો ગરમાયો હતો. આ પછી આગેવાનો દ્વારા પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવી હતી.

મોરબી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે ત્યારે પોલીસ દ્વારા જો ભાજપની જગ્યાએ કોંગ્રેસ હોત તો શું તાળાબંધી થવા દીધી હોત? કોંગ્રેસીઓમાં પોલીસ પણ અંદરખાને ભાજપનો શૂર પૂરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે, ભાજપ દ્વારા પાલિકાને તાળાંબંધી કરી ચાવી જીલ્લા કલેકટરને સોંપી હતી. 
First published: September 9, 2019, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading