Home /News /kutchh-saurastra /મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર, મુખ્ય આરોપી જયસુખ પટેલના વચગાળાના જામીન નામંજૂર
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર, મુખ્ય આરોપી જયસુખ પટેલના વચગાળાના જામીન નામંજૂર
વચગાળાના જામીન નામંજૂર
Morbi bridge collapse update: મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેસન્સ કોર્ટ દ્વારા જયસુખ પટેલના વચગાળાના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી પુલ ઘટનામાં જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ જયસુખ પટેલે વચગાળાના જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમના વચગાળાના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યા છે.
મોરબી: મોરબી ડિસ્ટ્રીક કોર્ટ અને સેસન્સ કોર્ટ દ્વારા જયસુખ પટેલના વચગાળાના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી પુલ ઘટનામાં જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ જયસુખ પટેલે વચગાળાના જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમના વચગાળાના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં 135થી પણ વધારે લોકોના મોત થયા હતા. જેથી જયસુખ પટેલનું 1,262 પાનાંની ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં આવ્યું હતું.
જયસુખ પટેલને જેલ હવાલે
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મામલે કોર્ટ દ્વાર એક મોટો હુકમ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરીના રોજ જયસુખ પટેલને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમા જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જયસુખ પટેલને મેડિકલ તપાસ કરાવીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
મોરબી કોર્ટની કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ આજે પુરા થતા હતા. જેથી ફરી એક વખત કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જયસુખ પટેલ 7 દિવસના રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં હતા. આજે પોલીસ વધુ રિમાન્ડની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર