ખેડૂતો પર અત્યાચાર મુદ્દે પ્રદર્શન કરતા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સહિતની અટકાયત

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 9, 2017, 5:29 PM IST
ખેડૂતો પર અત્યાચાર મુદ્દે પ્રદર્શન કરતા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સહિતની અટકાયત
મધ્યપ્રદેશમાં ખેડૂતો પર અત્યાચારનો ગુજરાતમાં પણ વિરોધ થયો છે. ગુજરાતમાં પણ મધ્યપ્રદેશની ઘટનાને લઈ નારાજગી પ્રસરી છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.અમદાવાદમાં મણિનગર રેલવે ટ્રેક પર કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓ સામે સુત્રોચ્ચાર કરી ટ્રેન રોકવા પ્રયાસ કર્યો હતો.રેલવે પોલીસે કોંગ્રેસના 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 9, 2017, 5:29 PM IST
મધ્યપ્રદેશમાં ખેડૂતો પર અત્યાચારનો ગુજરાતમાં પણ વિરોધ થયો છે. ગુજરાતમાં પણ મધ્યપ્રદેશની ઘટનાને લઈ નારાજગી પ્રસરી છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.અમદાવાદમાં મણિનગર રેલવે ટ્રેક પર કોંગ્રેસ કાર્યકરોએ  ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓ સામે સુત્રોચ્ચાર કરી ટ્રેન રોકવા પ્રયાસ કર્યો હતો.રેલવે પોલીસે કોંગ્રેસના 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

bhararsin atkayat

પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કાર્યકર્તાઓની કરી અટકાયત હતી. સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે પ્રદર્શન કરતા હતા ત્યારે અટકાયત કરાઇ હતી.થોડીવાર બાદ તેમને મુક્ત કરાયા હતા. ગુજરાત કોગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, સરકારની નીતિ ખેડૂત વિરોધી છે.CBI તપાસ વગર સત્ય બહાર નહીં આવે.

નોધનીય છે કે, ખેડૂતોનું 10 દિવસથી આંદોલન ચાલી રહ્યુ ંછે. મધ્યપ્રદેશમાં મંદસૌરમાં ખેડૂતો પર પોલીસે ગોળીઓ છોડી જેમાં5 ખેડૂતોના મોત નીપજ્યા હતા. જે બાદ હિંસા ફાટી નીકળી છે. મંદસૌરના કલેક્ટર અને એસપીને હટાવી દેવાયા છે.રતલામ અને નીમચના DMને પણ હટાવાયા છે. ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું.

First published: June 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर