મોરબી: બનેવીએ દિવ્યાંગ સાળી સાથે ના કરવાનું કામ કર્યું, સાળો હવસલીલા જોઈ જતા ભાંડો ફૂટ્યો

News18 Gujarati
Updated: February 11, 2020, 10:43 PM IST
મોરબી: બનેવીએ દિવ્યાંગ સાળી સાથે ના કરવાનું કામ કર્યું, સાળો હવસલીલા જોઈ જતા ભાંડો ફૂટ્યો
આરોપી લાભુભાઈ ગોહિલ

સભ્ય સમાજને ચોંકાવનારી ઘટના સામે આવી - ભાઈ જેવો અંદર ગયો તો જતા વેંત જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, તેણે જોયું કે....

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબીના મકનસરમા વૃદ્ધવયના કૌટુંબિક બનેવીએ દિવ્યાંગ સાળી ઉપર બળાત્કાર ગુજરાવાની ઘટના સામે આવી છે, ભોગ બનનાર યુવતીનો ભાઈ કૌટુંબિક બનેવીની હવસલીલા જોઈ જતા ભાંડો ફૂટ્યો, તાલુકા પોલીસ દ્વારા નરાધમ બનેવીની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી.

મોરબીના મકનસર આસપાસ સભ્ય સમાજને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધ વયના કૌટુંબિક બનેવીએ માનસિક બિમાર યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે ભોગ બનનાર યુવતીના ભાઈએ આ વૃદ્ધવયના બનેવીની કરતુત પોતાની નજરે નિહાળી હતી. જેથી તેઓએ તુરંત જ પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કૌટુંબિક બનેવીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના મકનસર આજુબાજુ રહેતા એક 25 વર્ષના યુવાને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની એક બહેન જે 23 વર્ષની છે અને તે માનસિક બીમાર છે સાથોસાથ અપંગ પણ છે. તા. 7ના રોજ તેઓ રાત્રીના 11:30 કલાકે ઘરે આવ્યા તો તેમનો નાનો દીકરો ઘરે સૂતો હતો. પરંતુ તેઓની બહેન ઘરે ન હતી. બાદમાં તેઓએ આજુબાજુમાં તમામ જગ્યાએ તપાસ કરતા તેઓને બાજુમાં નવા મકાનમાં લાઈટ ચાલુ જોવા મળી હતી. જેથી મકાનની લાઈટ ચાલુ હોવાથી તેઓને શંકા જતા તેઓ ત્યાં અંદર પહોંચ્યા હતા. અંદર જતા વેંત જ તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે સામે તેઓનો કૌટુંબિક બનેવી લાભુભાઈ વિશાભાઈ ગોહિલ રહે, ગોંડલ હાલ રફાળેશ્વર ઉ.વ.60 તેઓની બહેન સાથે કઢંગી હાલતમાં દુષ્કર્મ આચરતો હતો.

આ ઘટનામાં ભોગ બનનાર યુવતીનો ભાઈ કૌટુંબિક બનેવીને પકડવા જતા તે નાસી છૂટ્યો હતો. બાદમાં યુવતીના ભાઈએ તાલુકા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવત તાલુકા પોલીસે કૌટુંબિક બનેવી સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ આદરી હતી. અને અંતે નરાધમ બનેવીની પ્રાથમિક પૂછ પરછ માટે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટના સામે આવતા વૃદ્ધવયના કૌટુંબિક બનેવી ઉપર સર્વત્રથી ફિટકાર વર્ષી રહ્યો છે. જેમાં મોરબી તાલુકા પોલીસે આરોપી બનેવીની ગણતરીની મિનિટોમાં અટકાયત કરી વિધિવત ધરપકડ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: February 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading