અતુલ જોશી, મોરબી : અમદાવાદની પરિણીતા પર મોરબીમાં ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી છે. પરિણીતાને મોરબીનાં કારખાનામાં નોકરીની લાલચ આપીને મોરબી બોલાવીને કારમાં બેસાડી હતી. જે બાદ તેને કુબેર ચોકડી પાસેનાં કારખાનામાં લઇ જઇને ત્રણેવે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ પરિણીતાએ હિંમત ભેગી કરીને અમદાવાદ પરત ફરી હતી. ત્યાં તેણે અમદાવાદ બીડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની મોરબી પોલીસ મથકથી પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં રહેતી પરિણીતાએ અમદાવાદનાં જ મુકેશ પટેલ, રમેશભાઈ અને જયદીપભાઈ સામે સામુહિક દુષ્કર્મની અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી છે. આરોપી મુકેશ પટેલે પરિણીતાને મોરબીમાં આવેલા એક કારખાનામાં કામ આપવાની દેવાની લાલચ આપી હતી. જેથી પરિણીતાને મોરબી આવવા કહ્યું હતું. પરિણીતા મોરબીનાં કારખાનામાં નોકરી મેળવામાં માટે આરોપીના વિશ્વાસમાં આવી જઈને ગત 17 નવેમ્બરનાં રોજ મોરબી આવી હતી. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી આરોપીઓ પરિણીતાને સફેદ રંગની આઈટવેન્ટી કારમાં બેસાડીને મોરબી નજીક કુબેર ચોકડી પાસે આવેલ કારખાનામાં લઈ ગયા હતા જ્યાં તેની પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.
પરિણીતાએ અમદાવાદનાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ આ ઘટના મોરબીની હોવાને કારણે મોરબી મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર