મોરબી: પત્ની પર એસિડ ફેંકવાના જઘન્ય કૃત્ય બદલ કોર્ટે પતિને ફટકારી આજીવન કેદની સજા અને સાડા સાત લાખનો દંડ

પીર્વ પત્ની પર એસિડ એટેક કરનાર આરોપીને આજીવન કેદની સજા

પુર્વ પતિ સાથે છુટાછેડા થઇ ગયેલ હોઈ જેનો ખાર રાખી પરિણીતાનો ચહેરો વિકૃત કરવાના ઇરાદે ચહેરા ઉપર એસીડ ફેંક્યો હતો

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં 2018ના વર્ષમાં પૂર્વ પતિ દ્વારા છૂટાછેડાની અદાવત રાખી તુ મારી નહીં તો કોઈની નહીં તેમ કહી પરણિતા પર એસિડ એટેક કર્યો હતો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટમાં આજે આ મામલે કેસ ચાલ્યો જેમાં, કોર્ટે આરોપી પતિને આજીવન કેદ અને સાડા સાત લાખનો દંડ ફટકાર્યો છે.

  મોરબીના વાઘપરામાં તા. ૧૯/૦૨/૨૦૧૮ ના રોજ સાંજે પૂર્વ પતિએ પરિણીતા પર એસિડ ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનાની વિસ્તૃત માહિતી જોઈએ તો ૧૯/૦૨/૨૦૨૦ના રોજ મોરબી વાઘપરામાં રહેતા બીનિતાબેન વિશાલભાઈ આડેસરા ઉ. ૨૩ નામની પરણિતા ઉપર તેણીના પૂર્વ પતિ કલ્પેશ પટેલે એસિડ ફેંકી હુમલો કર્યો હોવાની ફરિયાદ ડિવીઝન પોલીસ મથકે નોંધાવામાં આવી હતી. પોલીસે આઈપીસી કલમ 326 A મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

  ફરિયાદ અનુસાર, તેના પુર્વ પતિ સાથે છુટાછેડા થઇ ગયેલ હોઈ જેનો ખાર રાખી આરોપી કલ્પેશ મનસુખભાઇ ગઢીયા રહે.રાજકોટ વાળાએ પરિણીતાનો ચહેરો વિકૃત કરવાના ઇરાદે ચહેરા ઉપર એસીડ ફેંકી ચહેરા તથા આંખ તથા ગળા, અને છાતીના ભાગે એસીડ વડે દઝાડી ગંભીર ઇજા કરી પોતાની મોટર સાયકલ સાથે નાસી ગયો હતો.

  અમદાવાદમાં Acid attack: 30 વર્ષના લગ્નજીવન બાદ પતિની ક્રૂર ભડાશ, પત્ની પર ફેંક્યું એસિડ

  અમદાવાદમાં Acid attack: 30 વર્ષના લગ્નજીવન બાદ પતિની ક્રૂર ભડાશ, પત્ની પર ફેંક્યું એસિડ

  પોલીસે તાત્કાલીક ધોરણે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમા મોરબી પોલીસે સિવીલે પહોચી આરોપીનુ પુરૂ નામ, ઓળખ તથા સરનામું મેળવતા આરોપી રાજકોટ શહેરનો રહેવાસી હોય મોરબીના એ સમયના નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનને સાથે રાખી આરોપી કલપેશ ગઢિયાની ધરપકડ કરવામાં આવી હતી.

  જૂનાગઢ: પાક નિષ્ફળ જતા ખેડૂતે ઝેરના ટીકડા ખાઈ આપઘાત કર્યો, મજુરીના પણ પૈસા ના નીકળ્યા

  જૂનાગઢ: પાક નિષ્ફળ જતા ખેડૂતે ઝેરના ટીકડા ખાઈ આપઘાત કર્યો, મજુરીના પણ પૈસા ના નીકળ્યા

  આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ ચાલી જતાં સરકારી ડીજીપીપી વી સી જાનીની દલીલો અને જજમેન્ટ તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખી અને આરોપી કલ્પેશ મનસુખભાઇ ગઢીયા જાતે.પટેલ ઉ.વ.૨૮ને સાડા સાત લાખનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી હતી. જેના લીધે મોરબી કોર્ટમાં સોપો પડી ગયો હતો તો બીજી બાજુ મહિલાઓની છેડતી કરતા આવરા તત્વો સામે પણ ઉદાહરણ રૂપ જજમેન્ટ આપ્યું હતું.
  Published by:kiran mehta
  First published: