મોરબીઃ કાકા ભત્રીજા હત્યા કેસમાં આરોપીના આગોતરા જામીન મંજૂર

News18 Gujarati
Updated: June 14, 2019, 9:15 PM IST
મોરબીઃ કાકા ભત્રીજા હત્યા કેસમાં આરોપીના આગોતરા જામીન મંજૂર
તપાસ કરતી પોલીસ

મોરબીના ચકચારી કાકા ભત્રીજા ખૂન કેસમાં આરોપીના આગોતરા જામીન મોરબી જિલ્લા કોર્ટે મંજૂર કર્યા છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મોરબીના ચકચારી કાકા ભત્રીજા ખૂન કેસમાં આરોપીના આગોતરા જામીન મોરબી જિલ્લા કોર્ટે મંજૂર કર્યા છે. હકીકત એવી છે કે, મોરબીમાં સગા ભત્રીજા જયરાજસિંહ દ્વારા ટ્રાવેલ્સ ના ધંધા ના પૈસા ની ઉઘરાણી જેવી નજીવી બાબતે સગા કાકા ધ્રુવકુમાર પ્રહલાદ ટીનુભા જાડેજાનું ગેરકાયદેસરની મંડળી રચી ગંભીર પ્રકારના હથીયારોથી ઇજા કરી મોત નિપજાવ્યું હતું અને અન્ય લોકોને જીવલેણ ઇજા પોહચાડેલ હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી અને કોર્ટે આરોપીની જામીન રજૂ કરી હતી.

બનાવને પગલે પોલીસ દ્વારા બનાવના તમામ આરોપીઓ અટક કરવામાં આવેલ હતા.  ત્યાર બાદ આ કામના હાલના આરોપી દિવ્યરાજસિંહ દિકુ ભાઈ મુકેશસિંહ ઝાલા રહે.રાજકોટ વાળા સામે ખૂનના બનાવના આરોપીઓ બનાવ બાદ ગુનાહિત આશ્રય આપવાનો રોલ તપાસ દરમિયાન ખુલવા પામેલો અને તેથી પોલીસ એજન્સી દ્વારા કલમ 212નો રિપોર્ટ અદાલતને કરવામાં આવેલ હતો.

આમ ઉપરોક્ત હકીકત ના આધારે આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફ દિકૂભાઈ ઝાલા દ્વારા તેમના એડવોકેટ નરેન્દ્રસિંહ જે ઝાલા દ્વારા આગોતરા જામીન અરજી મોરબી ની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવેલ હતી .

જેમાં એડવોકેટ ઝાલાની મુખ્ય દલીલ એવી હતી કે આરોપીનો બનાવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રોલ નથી માત્ર ગુનાહિત આશ્રય આપવા સિવાય બીજું કાંઈ નથી. તેમજ કહેવાતા વના ગામની આશ્રયની જગ્યા પણ અમારી માલિકીની નથી. જે સંબંધેના રેવન્યુ રેકર્ડ રજૂ રાખવામાં આવેલ હતા.આમ સરકાર તરફ ની અને આરોપી પક્ષની દલીલના અંતે મોરબીના પ્રિન્સિપાલ ડ્રિસ્ટિક એન્ડ સેસન્સ જજ એ ડી ઓઝા સાહેબનાઓએ આરોપીને 10,000/ દસ હજાર પુરાના આગોતરા જામીન ઉપર મુક્ત કરેલા હતા.
First published: June 14, 2019, 9:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading