મોરબી : કડકડતી ઠંડીમાં ભેખડો વચ્ચે ત્યજી દેવાયેલી બાળકી મળી આવી

બાળકીને વધારે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી.

ટંકારા તાલુકાના નેકનામ ગામના સિમ વિસ્તારમાંથી પથ્થરોની ભેખડો વચ્ચે તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી.

 • Share this:
  અતુલ જોશી, ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ વોકળામાંથી આજે તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આ નવજાત બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખેસડી છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના નેકનામ ગામે સીમમાં આવેલા વોકળામાંથી કોઈ અજાણી સ્ત્રીએ નવજાત બાળકીને જન્મ આપીને તરછોડી દીધી હતી. આજે નવજાત ત્યાંથી મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ટંકારા 108 એમ્બ્યુલન્સના ડો. રુદ્રાબેન અને પાયલટ છેલુભાઈ અને કેતનસિંહ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બનાવને પગલે ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતા.  બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે આ નવજાત બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ છે. આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ સ્ટાફ ઘટનસ્થળે દોડી ગયો હતો અને બીટ જમાદાર ફિરોજખાન પઠાણે આ નબજાત બાળકીને કોણ જન્મ આપીને અહીં ત્યજી ગયું છે તે અંગે તપાસ હાથ ધરી છે. જાણી સ્ત્રી પોતાનું પાપ છૂપાવવા ફૂલ સમાન નવજાત બાળકી જન્મ આપીને અહીં આવી કડકડતી ઠંડીમાં ત્યજીને ફરાર થઈ જતાં આ મામલે તેના પર ફિટકાર વરસી રહ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: