મોરબી: AAP પાર્ટીના નેતાએ રોડના કામને લઈ ખંડણી માંગી જાતિ પ્રત્યે હડધૂત કર્યો, પોલીસે જેલમાં ધકેલ્યો


Updated: October 23, 2020, 4:20 PM IST
મોરબી: AAP પાર્ટીના નેતાએ રોડના કામને લઈ ખંડણી માંગી જાતિ પ્રત્યે હડધૂત કર્યો, પોલીસે જેલમાં ધકેલ્યો
આપ નેતાની ધરપકડ

પંચાસિયા ગામે ખંડણી માંગી જાતિ પ્રત્યે હડધૂત કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તોફિક અમરેલીયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો

  • Share this:
અતુલ જોશી, મોરબી : જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ અને કહેવાતા RTI એક્ટિવિસ્ટ દ્વારા પંચાસિયા ગામે ખંડણી માંગી જાતિ પ્રત્યે હડધૂત કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તોફિક અમરેલીયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તૌફિક અમરેલીયા દ્વારા વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામન્સ સદસ્ય પાસેથી રોડના કામમાં ખંડણી માંગી અને જાતિ પ્રત્યે હડધૂત કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. જેમાં મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તોફિક અમરેલીયા રહે.ચંદ્રાપુર તા.વાંકાનેર દ્વારા પંચાસિયાના ગ્રામપંચાયતના સદસ્ય દિલીપભાઈ મોહનભાઇ ચાવડા પાસે રોડ રસ્તાના કામ નબળા છે, તેવું કહી બે લાખ રૂપિયાની ખંડણી માંગી અને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા, જેની પોલીસ ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી દિલીપભાઈએ નોંધાવતા વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાએ આરોપી તોફિક અમરેલીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬(૨),એટ્રોસીટી એકટ હેઠળ ભારે કલમો સાથે ગુનો નોંધી આરોપી તોફિક અમરેલીયા ની અટકાયત કરી કોરોના ટેસ્ટની કાર્યવાહી બાદ વિધિવત ધરપકડ કરી હતી.

અમદાવાદનો ટ્રાફિક ASI રાજકોટ દારૂની ડિલીવરીની એક ટ્રીપ માટે 10 હજાર લેતો હતો, SOGએ ઝડપ્યો

અમદાવાદનો ટ્રાફિક ASI રાજકોટ દારૂની ડિલીવરીની એક ટ્રીપ માટે 10 હજાર લેતો હતો, SOGએ ઝડપ્યો

મોરબી ડિવાઇસ સાથે જ આરોપી તોફિક ડીવાયએસપી રાધિકા ભારાઈ એ જણાવ્યું હતું કે આરોપી તૌફિક અમરેલીયા દ્વારા આરટીઆઇ એકટનો દુરુપયોગ કરી અને અનેક લોકો પાસે આગાઉ પણ અનેક લોકોને RTI ના નામે લોકો પાસે ખંડણી માંગી છે જેની અનેક રજૂઆતો પણ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આવી હતી ત્યારે પંચાસિયા ગામના સદસ્ય દ્વારા ખંડણી માંગી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે મોરબી જીલ્લા આમઆદમી પાર્ટીના ઉપપ્રમુખ તૌફિક અમરેલીયાની ધરપકડ કરી અને આરોપી તૌફિકની આરોપી એ કોની કોની સાથે કેટલી છેતરપીંડી આચરી છે તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
આ બાબતે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપી તૌફિક અમરેલીયા આરટીઆઈ એકટ હેઠળ માહિતી માંગવાની ધમકી આપતો હતો જો કે માહિતી માંગવા બાદ પણ તે યેન ક્યેન પ્રકારે અધિકારીઓને ફરિયાદ કરવાના બદલે ગામના આગેવાનો અને સરપંચો ને પણ દબાવતો હતો અને લાંચ માંગતો હતો ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ત્રાસ ગુજારતો હતો જેના અનુસંધાને વાંકાનેર તાલુકાનાં ગામડાઓના સરપંચ દ્વારા તૌફિક અમરેલીયા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.
Published by: kiran mehta
First published: October 23, 2020, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading