મોરબીઃ ભીમકાય કન્ટેનર ફરીવળતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત, શરીરમાંથી બહાર નીકળી ગયા અંગો

અકસ્માતની તસવીર

મોરબી તાલુકાના ભરતનગર નજીક આવેલા ભરતવન સામે હાઇવે પર કન્ટેનર ચાલકે બાઈકને અડફેટે લેતા આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ ગુજરાત સહિત દેશમાં રોજેરોજ અકસ્માતના (Road Accident) બનાવો બનતા રહે છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. આવી જ એક ઘટના મોરબીમાં બની છે. જેમાં એક ભીમકાય કન્ટેનરની અડફેટે આવી જતાં બાઈક ચાલકનું (bike rider) મોત નીપજ્યું હતું.

  મહાકાય કન્ટેરર બાઈક ચાલક ઉપર ફરીવળતા યુવકના શરીરના ફૂરચા બોલાઈ ગયા હતા. બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સાથે સાથે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને સંભાળી હતી.

  મળતી માહિતી પ્રમાણે મોરબી માળીયા હાઇવે અકસ્માત ઝોન બનતો જાય છે ત્યારે આજે સોમવારે સાંજના સમયે મોરબી તાલુકાના ભરતનગર નજીક આવેલા ભરતવન સામે હાઇવે પરથી કચ્છ તરફથી પસાર થઈ રહેલું ફોર્ચ્યુન શિપિંગ સર્વિસ કંપનીનું કેન્ટેનર નમ્બર જીજે 12 બીવી 6379 પસાર થઈ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં બોલાયો જોરદાર કડાકો, જાણો આજના નવા ભાવ

  આ પણ વાંચોઃ-ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર

  આ પણ વાંચોઃ-10 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટના

  આ સમયે ત્યાં બાઇક ન.જીજે 03 એફજે 7329 લઈને ઉભેલા નરેશ સોડાભાઈ ઝીંઝવાડિયા રહે નવા સાદુરકા નામના આશાસ્પદ યુવાન ઊભો હતો. કન્ટેનર ચાલકે આ યુવકને હડફેટે લેતા બાઇક ચાલક નરેશના શરીર પર મહાકાય કેન્ટેનર ટાયરો ફરી વળતા ઘટના સ્થળે જ બાઈક ચાલકના શરીરને કીડીની જેમ કચડી નાખ્યું હતું.

  આ સાથે જ બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસની ટીમેં ઘટનાસ્થળે જઈને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કન્ટેનર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસના જસપાલસિંહ જાડેજાએ હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published: