અદાવત! 5 વર્ષના માસૂમને મારી કૂવામાં ફેંકી દીધો, પરિવારના ત્રીજા બાળકનો લેવાયો ભોગ

News18 Gujarati
Updated: August 31, 2019, 11:03 PM IST
અદાવત! 5 વર્ષના માસૂમને મારી કૂવામાં ફેંકી દીધો, પરિવારના ત્રીજા બાળકનો લેવાયો ભોગ
પાંચ વર્ષના માસુમને મારી પથ્થર સાથે બાંધી કુવામાં નાખી દેવાયો

પોલીસ ઊંધા માથે : વર્ષ 2008માં પણ એક બાળક ગુમ થયો હતો : બીજો બનાવ વર્ષ 2013માં નોંધાયો છે જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને ત્રીજો બનાવ બે દિવસ પૂર્વે નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી છે

  • Share this:
અતુલ જોશી, મોરબી: વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા અપરણ કરાયેલા પાંચ વર્ષના માસૂમ બાળકનો આજે આ જગ્યાની પાછળના કુવામાંથી દોરડું અને સીમેન્ટનો થાંભલો બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કૌટુંબિક દ્વારા જ હત્યાને અંજામ આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર બાઉન્ડરી નજીક આવેલ મહંત દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા એક પાંચ વર્ષના માસૂમ બાળક પ્રિન્સનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવ બાદ વાંકાનેર તાલુકા પોલીસ તથા એલસીબી અને એસઓજીએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. પણ અપહરણ કરાયેલા બાળકની કોઈ કડી મળી ન હતી. દરમ્યાન આજે જે જગ્યાએથી બાળકનું અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે આવેલ વાડીના કુવામાંથી આ અપહૃત બાળકનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે અંગે સ્થાનિક ગ્રામજનોએ જાણ કરતા ડી.વાય.એસ.પી. બન્નો જોશી, એલસીબી અને એસઓજી તથા વાંકાનેર તાલુકા પીએસઆઇ શકિતસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કુવામાંથી બાળકની લાશ બહાર કાઢીને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી વધુમાં જણવા મળતી વિગતો મુજબ આ બાળકની લાશમાં દોરડું બાંધેલું હતું અને તેના પાછળના ભાગે પાઇપ બાંધેલો હતો.

જેથી કોઈએ બાળકની હત્યા કરીને તેની લાશને આ રીતે બાંધીને કૂવામાં ફેંકી દીધી હોવાની પ્રબળ શંકાઓ ઉઠી છે. હાલ પોલીસે ફોરેન્સિક પીએમ બાદ આ બનાવનું સાચું કારણ જાણવા મળશે એમ કહ્યું હતું. જોકે અપહરણ કરાયેલા બાળકની લાશ મળી આવતા ઘેરું રહસ્ય સર્જાયું છે. હાલ પોલીસે હતભાગી બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી છે.

આ હત્યાની લોકોમાં ચર્ચાઈ રહી વિગત મુજબ આ જ પરિવારના આ ત્રીજા બાળકનો ભોગ લેવામાં આવ્યો છે જેમાં વર્ષ 2008 માં પણ એક બાળક ગમ થયો હતો આ બનાવ હાલ પોલીસ ચોપડે નોંધાયેલ નથી એ બાદ બીજો બનાવ વર્ષ 2013 માં એક આ જ પરિવારના બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે જે હજુ વણઉકેલ છે ત્યાં પાછું બે દિવસ પહેલા એ જ પરિવારના બાળકના અપહરણ બાદ હત્યા ને અંજામ આપવામાં આવતા લોકોમાં ઉહાપોહ થઇ ગયો છે આ હત્યા કૌટુંબિક વ્યક્તિ દ્વારા પોતાની તાંત્રિક વિધિ માટે કરી હોવાની ચર્ચા હાલ ચોટીલા અને વાંકાનેર પંથકમાં ઉઠી છે પરંતુ જો એ વ્યક્તિ સુધી પોલીસ પહોંચી તેનો ઇતિહાસ તપાસ કરે તો સત્ય બહાર આવે તેવી પુરી શક્યતાઓ સેવાઈ રહી છે
First published: August 31, 2019
વધુ વાંચો
अगली ख़बर