મોરબીઃ ફટાકડો ફેડવાની બાબતમાં પાંચ શિક્ષકોએ વિદ્યાર્થીને માર્યો માર

News18 Gujarati
Updated: February 1, 2019, 6:07 PM IST
મોરબીઃ ફટાકડો ફેડવાની બાબતમાં પાંચ શિક્ષકોએ વિદ્યાર્થીને માર્યો માર
વિદ્યાર્થીને માર મારતી તસવીર

મોરબીમાં પાંચ શિક્ષકો દ્વારા એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજારવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યા.વલસાડમાં એક સાથે 37 વિદ્યાર્થીઓને લાકડી વડે ફટકારવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં મોરબીમાં અન્ય એક ઘટના બની છે. મોરબીમાં પાંચ શિક્ષકો દ્વારા એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની છે. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના લતીપર રોડ ઉપર લાઇફ લિક્સ વિદ્યાલય આવેલી છે. જ્યાં પાંચ શિક્ષકોએ ભેગા મળીને એક વિદ્યાર્થીને માર માર્યો હતો. આ અંગે વિદ્યાર્થીએ પરિવારજનોને જાણ કરતા પરિવારના સભ્યોએ ટંકારા પોલીસ મથકે શિક્ષકો સામે ફરિયાદ નોંધી હતી. વિદ્યાર્થીને મારમારવાની આખી ઘટના રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે શાળાના ક્લાસરૂમમાં ફટાકડો કેમ ફોડ્યો એમ કહીને વિદ્યાર્થી ઉપર તૂટી પડ્યા હતા. પોલીસે એટ્રોસિટી એક્ટ અને માર માર્યાની ફરિયાદ નોંધીને તપાસ હાથધરી છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ ઠંડીમાં 37 બાળકો ઉપર પાણીનો મારો કર્યા બાદ શિક્ષકે લાકડીથી ફટકાર્યા

ઉલ્લેખનીય છે કે, વલસાડમાં આવેલી આશ્રમશાળામાં એક રૂમમાં વિદ્યાર્થી દ્વારા કુદરતી હાજર થયા બાદ શિક્ષકોએ 37 વિદ્યાર્થીઓ ઉપર પાણીનો મારો ચલાવ્યા બાદ લાકડી વડે ફટકાર્યાની ઘટના બની હતી.
First published: February 1, 2019, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading