અતુલ જોશી, મોરબીઃ અત્યારે દિવાળીના તહેવારોનો (Diwali festival) માહોલ ચારે બાજુમાં ચાલી રહ્યો છે. ત્યારે લોકોના ખિસ્સા કાપવા અને લોકોને લૂંટતી ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે. જોકે, પોલીસ પણ આવી ગેંગને દબોચવા માટે સક્રિય બની છે. મોરબી પોલીસે (Morbi police) ગત 6 તારીખના દિવસે અલગ અલગ બે જગ્યાએ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવનાર (loots with passengers) ત્રિપુટીને કુલ રૂ. 82,540ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.
આ ત્રિપુટીએ થોડા દિવસ પહેલાં અલગ અલગ બે જ્ગ્યાએ રીક્ષામાં પેસેન્જરોને બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવી હતી. જેમાં એક પેસેન્જર પાસેથી રોકડા રૂ. 7200 તથા એક મોબાઇલ કિંમત રૂ. 3000 તથા બીજા પેસેન્જર પાસેથી રોકડ રૂ.6000 તથા બે મોબાઇલ કિંમત રૂ. 8000ની લૂંટ ચલાવી હતી જે અંગે મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુન્હાઓ રજીસ્ટર થયેલ હતાં.
જે ગુન્હાઓ ડિટેક્ટ કરવા પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતાં ફરીયાદમાં જણાવેલ શંકાસ્પદ રીક્ષા રજી. નં. જીજે-13-એવી-2927 જોવા મળેલ તે આધારે તપાસ ચલાવતા રીક્ષા સુરેન્દ્રનગરની હોવાનું જાણવા મળેલ અને ત્રણેય આરોપી સુરેન્દ્રનગરનાં હોવાનું જાણવા મળ્યું હતું.