મોરબીમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, મહિલા સહિત ત્રણની શોધખોળ

News18 Gujarati
Updated: February 27, 2020, 5:19 PM IST
મોરબીમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, મહિલા સહિત ત્રણની શોધખોળ
પ્રતિકાત્મક તસવીર

મોરબીના કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી એક શખ્સે તેણી પર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવની ફરિયાદ એ.ડીવી.પો. મથકમાં પીડિતાની માતાએ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબીના (Morbi) કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરાને (13 year old minor girl) લલચાવી ફોસલાવી એક શખ્સે તેણી પર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવની ફરિયાદ એ.ડીવી.પો. મથકમાં પીડિતાની માતાએ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે.

બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી તેર વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બળજબરી પૂર્વક શાહરુખ હારુનભાઈ કટીયા રહે. રાજકોટ વાળાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કામમાં મોમાયાભાઈ રહે. વાંકાનેર તથા સોનલ જ્યેન્દ્રભાઈ ચુડાસમાએ મદદ કરી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તસવીર


આરોપી શાહરુખને સગીરા પર દુષ્કર્મ ગુજારવા માટે સોનલે તેના ઘેર જગ્યા કરી આપી હતી. મોરબીમા રહેતી સોનલ તથા મોમયાભાઈ અને શાહરૂખે દુષ્કર્મના બનાવ બાદ સગીરાને, જો કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ડરી ગયેલી બાળાએ કોઈને વાત કરી ન હતી.

પરંતુ બે માસ પહેલા બનેલા બનાવની જાણ હાલમાં જ પીડિતાની માતાને થતા તેઓ ચોંકી ગયા હતા અને પુત્રી પાસેથી સમગ્ર હકીકત જાણી મોરબી એ.ડીવી.પો. મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મુખ્ય આરોપી શાહરુખ તેમજ તેને મદદગારી કરનાર મહિલા સહિતના શખ્સને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. આ સમગ્ર બનાવની તપાસ એ.ડીવી. પો.મથકના પી.આઈ. આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर