Home /News /kutchh-saurastra /મોરબીઃ ટાઈલ્સ કંપનીના ક્વાર્ટરમાં 13 વર્ષના સગીરે કર્યો આપઘાત, કારણ અકબંધ

મોરબીઃ ટાઈલ્સ કંપનીના ક્વાર્ટરમાં 13 વર્ષના સગીરે કર્યો આપઘાત, કારણ અકબંધ

પરિવારના સભ્યની તસવીર

Morbi crime news: મોરબીના વિકાશ ટાઈલ્સ કંપનીમાં (Development Tiles Company) 13 વર્ષીય સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત (suicide) કરી લેતા અરેરાટી ફેલાઈ છે.

અતુલ જોશી, મોરબીઃ ગુજરાતમાં આત્મહત્યાની (suicide case in Gujarat) ઘટનાઓ દરરોજ બનતી રહે છે તેમાં સગીર યુવક યુવતીઓ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોવાની ઘટનાઓ પાછલા દિવસોમાં બની રહી છે ત્યારે વધુ એક આવી જ ઘટના મોરબીમાં (morbi crime news) બની હતી. મોરબીના વિકાશ ટાઈલ્સ કંપનીમાં (Development Tiles Company) 13 વર્ષીય સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે.આ અંગે પોલીસને જાણ કરાતા મોરબી તાલુકા પોલીસે દોડી (morbi taluka police) જઇ તપાસ હાથ ધરી હતી.

મોરબીના વિકાશ ટાઈલ્સ કંપનીમાં 13 વર્ષીય સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે.આ અંગે પોલીસને જાણ કરાતા મોરબી તાલુકા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી જો કે આ મામલે પરિવાર જનોનો સંપર્ક કરતા કારણ ચોંકાવનારૂ કારણ જાણવા મળ્યું છે. જે કારણ તમામ માતા પિતા કે જે બાળકો નડતર રૂપ ન બને એ માટે ગેમ્સ રમવા માટે મોબાઈલ આપતા હોય તેના માટે ચેતવણી રૂપ છે.

કેમ કે મોરબીના ઘુટુ રોડ પર આવેલ વિકાસ ટાઈલ્સ કંપનીના કવાર્ટરમા રહેતા સુભાષ રાજેન્દ્ર એડાર (ઉ.વ.૧૩)એ કોઈ પણ કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા આ અંગે તેના પિતા રાજેન્દ્રભાઈને જાણ થતાં તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ મોતમાં પરિણમ્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે આ મામલે મૃતક સગીરના પરિવાર જનોનો સંપર્ક કરી સગીરના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરતાં મૃતક સુભાષ ના પિતાએ રાજેન્દ્રભાઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સુભાષનો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો જેને રિપેર કરાવવાના રૂપિયા તેઓની પાસે ન હતા આથી સગીરને માઠું લાગ્યું હતું અને તેને આવેશમાં આવી આ પગલું ભર્યું હતું .

ત્યારે આજના આધુનિક યુગમાં મોબાઇલ આપતા માતા પિતા માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે જેમાં બાળકો ને વધુ વ્યસની ન બને એ ધ્યાન રાખવું માતાપિતા ના હાથની વાત છે ત્યારે હાલ આ સગીર ગુમાવતા પરિવાર જનો પર દુઃખમાં ગરકાવ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ-Narmada: લગ્નમાં જાન આવી પણ વરરાજા નહીં, રાઠોડ પરિવારે દીકરીને ખાંડુ પ્રથાથી સાસરી વળાવી

ઉલ્લેખનીય છેકે રાજકોટમાં માત્ર 10 વર્ષની અને ધોરણ 5માં અભ્યાસ કરતી બાળાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગર-2માં રહેતા કપિલભાઇ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. બાદમાં પુત્રીને બેભાન હાલતમાં સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીનું મોત નીપજ્યાનું જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ડીસા-રાધનપુર હાઈવે પર છકડો અને કાર વચ્ચે Accident, સાસુ-વહુનું ઘટના સ્થળે મોત, 13 ઈજાગ્રસ્ત

કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કપિલભાઇની પૂછપરછમાં, તેમને સંતાનમાં બે દીકરી, એક દીકરો છે. 10 વર્ષની ખુશાલી સૌથી મોટી હતી અને ધો.5માં ભણતી હતી. પત્ની પણ આર્થિક મદદરૂપ થવા દેરાસરમાં કામ કરે છે. દરમિયાન આજે નાનામવામાં રહેતા કૌટુંબિકને ત્યાં હવનનો પ્રસંગ હોય ત્યાં જવા માટે બધા તૈયાર થયા હતા.

આ પણ વાંચોઃ-OMG! કારમાં બેઠેલી વૃદ્ધાને આંગળી કરવી યુવકને ભારે પડી, થયો જેલ ભેગો

ત્યારે ખુશાલીને તૈયાર થવાનું કહેતા તેને સાથે આવવાની ના પાડી દીધી હતી. જીદ્દી સ્વભાવની પુત્રી ખુશાલીને સાથે આવવાનું કહેવા છતાં તેને આવવાની ના પાડતા પોતે, પત્ની અને બે સંતાનને લઇ હવનના ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા.

બાદમાં બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઘરે પરત આવતા દરવાજો બંધ હતો. ઘણી વખત દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતા ઘરની પાછળની બારીએ જોવા ગયા હતા. ત્યારે પુત્રી ખુશાલીને લટકતી હાલતમાં જોઇ હતી.
First published:

Tags: Crime news, Gujarati News News, Morbi News